Home /News /india /બ્રિટિશ સરકારમાં સામેલ થઈ શકે છે નારાયણ મુર્તિના જમાઈ

બ્રિટિશ સરકારમાં સામેલ થઈ શકે છે નારાયણ મુર્તિના જમાઈ

    બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેએ સંકેત આપ્યો છે કે તે પોતાની કેબિનેટમાં જલ્દી જ ફેરફાર કરી શકે છે.

    રિપોર્ટ પ્રમાણે તેમાં ભારતીય મૂળના બે લોકોને જગ્યા મળી શકે છે. જેમાં રિશી સુનક અને સુએલા ફર્નાડીઝ છે.

    જણાવી દઈએ કે રિશી ઈન્ફોશીશના કો-ફાઉંડર નારાયણમૂર્તિના જમાઈ છે. સુએલા મધ્યપ્રદેશના એક ગામની વતની છે. રિપોર્ટ પ્રમાણે બંન્નેને સોમવારે થનાર કેબિનેટમાં થનાર ફેરફારમાં શીર્ષ મંત્રાલય અને સચિવાલયમાં મંત્રી પદ મળી શકે છે.



    સુનક વર્ષ 2015માં પહેલીવાર ઉત્તરી યોર્કશાયરના રિચમંડથી પસંદગી પામીને આવ્યા હતાં. તેના પછી વર્ષ 2017માં તે ત્યાંથી ફરી ચૂંટાઈ આવ્યાં. તે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અંતર્ગત સ્ટેટ સેક્રેટ્રી પદ પર એન્ટ્રી કરી. સુનક અને સુએલા બંન્ને બ્રેગ્ઝિટનો સપોર્ટ કરે છે.


    37 વર્ષના સુનક ઓક્સફર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણ્યા છે. તેઓ સીલીકોન વેલીમાં બેંગ્લુરૂ બેસ્ડ એક ઈનવેસ્ટમેન્ટ ફર્મના કોફાઉન્ડર પણ છે. સુનક અને નારાયણમૂર્તિની છોકરી અક્ષરાની મુલાકાત સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીમાં થઈ હતી. અક્ષરાની મુસાકાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં થઈ હતી.
    First published:

    Tags: Infosys