Home /News /india /

હિન્દુ કોર્ટના સહારે આવી રીતે ‘રામરાજ’ લાવવા માંગે છે હિન્દુ મહાસભા

હિન્દુ કોર્ટના સહારે આવી રીતે ‘રામરાજ’ લાવવા માંગે છે હિન્દુ મહાસભા

15 ઓગસ્ટના રોજ જય હિન્દુ રાજ અને જય હિન્દુ રાષ્ટ્રના જોરદાર નારા વચ્ચે હિન્દુ કોર્ટની સ્થાપનાની જાહેરાત મેરઠમાં અખિલ ભારત હિન્દુ મહાસભાની હેડ ઓફિસમાં કરવામાં આવી હતી

15 ઓગસ્ટના રોજ જય હિન્દુ રાજ અને જય હિન્દુ રાષ્ટ્રના જોરદાર નારા વચ્ચે હિન્દુ કોર્ટની સ્થાપનાની જાહેરાત મેરઠમાં અખિલ ભારત હિન્દુ મહાસભાની હેડ ઓફિસમાં કરવામાં આવી હતી

  દેબાયન રોય

  ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં જલ્દી પ્રથમ ‘હિન્દુ કોર્ટ’શરૂ થવા જઈ રહી છે. આ ખાસ કોર્ટ માટે રૂમના ઇંટિરિયરને માર્બલથી તૈયાર કરવામાં આવ્યું છે. અંદર કાંસાની મૂર્તિઓ રાખવામાં આવી છે. આ સિવાય રૂમને હિન્દુ મહાસભાના નેતાઓની તસવીરોથી પણ સજાવવામાં આવ્યો છે. કોર્ટને શ્રી રામ ભવનનું નામ આપવામાં આવ્યું છે, જ્યાં નારદ શાસ્ત્રના આધારે લોકોને ન્યાય આપવાનો દાવો
  કરવામાં આવ્યો છે.

  ડોક્ટર પુજા શુકન પાંડેને આ કોર્ટની મુખ્ય ન્યાયધીશ બનાવવામાં આવી છે. અલીગઢથી 50 કિલોમીટર દુર રહેનારી ડોક્ટર પુજા માટે સ્પેશ્યલ ખુરશી તૈયાર કરવામાં આવી છે. અરજીકર્તા અને જજ માટે સોફા બનાવવામાં આવ્યા છે.

  15 ઓગસ્ટના રોજ જય હિન્દુ રાજ અને જય હિન્દુ રાષ્ટ્રના જોરદાર નારા વચ્ચે હિન્દુ કોર્ટની સ્થાપનાની જાહેરાત મેરઠમાં અખિલ ભારત હિન્દુ મહાસભાની હેડ ઓફિસમાં કરવામાં આવી હતી. તેના રાષ્ટ્રીય અધ્યક્ષ અશોક શર્માએ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયધીશ તરીકે રાષ્ટ્રીય સચિવ પુજા શકુન પાંડેની નિમણુક કરી હતી. શરિયા કોર્ટની જેમ હિન્દુ કોર્ટની શરૂઆત કરવામાં આવી છે.

  hindu court

  આ કોર્ટનું મુખ્ય ચેમ્બર અલીગઢના નૌંરંગાબાદમાં બનાવવામા આવ્યું છે. અહીં જ પૂજા પાંડે રહે છે. હિન્દુ કોર્ટનો ફેલાવો દેશના દરેક જિલ્લામાં કરવામાં આવશે. નૌરંગાબાદમાં પુજા શકુન પાંડેનું બે માળનું મકાન ભગવા રંગમાં રંગવામાં આવ્યું છે. તે ભગવા રંગના પોશાકમાં જ મહેમાનાનું સ્વાગત કરે છે. આ કોર્ટના ચીફ જસ્ટિસના ચેમ્બરમાં નાથુરામ ગોડ્સેની એક મોટી તસવીર બધાનું ધ્યાન
  ખેચી રહી છે.

  કેમ ખોલવામાં આવી હિન્દુ કોર્ટ?
  પાંડે પોતાની વાત રાખવાથી અચકાતી નથી. તે કહે છે કે હિન્દુ કોર્ટનો આઈડિયા તેને આ વર્ષે જુલાઈમાં આવ્યો હતો. જ્યારે અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લો બોર્ડે જાહેરાત કરી હતી કે તે દેશભરમાં શરિયા કોર્ટ લઈને જશે. પુજા પાંડેએ કહ્યું હતું કે એક મહિના પહેલા મુસલમાનોએ સરકાર પાસેથી શરિયા કોર્ટની માંગણી કરી હતી અને કહ્યું હતું કે જો આવી કોર્ટની સ્થાપનાની મંજુરી આપવામાં આવશે નહીં તો તેમને એક નવું રાષ્ટ્ર આપવું જોઈએ. આના જવાબમાં અમારા વાઇસ પ્રસિડેન્ટ અશોક શર્માએ આ વિનંતી રદ કરવા પ્રધાનમંત્રીને એક પત્ર લખ્યો હતો. આપણા પ્રધાનમંત્રીએ કશું કર્યું ન હતું. તેથી અમે હિન્દુ ન્યાયપીઠ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો હતો.

  નૌરંગાબાદમાં પુજા શકુન પાંડેનું બે માળનું મકાન ભગવા રંગમાં રંગવામાં આવ્યું છે


  પાંડેએ કહ્યું હતું કે કોઈએ અમારી કોર્ટથી ડરવાની જરૂર નથી. શરિયા કોર્ટની જેમ અમે હિન્દુઓ માટે કામ કરીશું. આ બદલો લેનાર પગલું નથી. આ ન્યાયનો મામલો છે. જ્યારે આપણે કહીએ છીએ કે ભારત ધર્મનિરપેક્ષ લોકો માટે છે તો આપણી પાસે ધર્મના આધાર પર વિભાજીત લોકો માટે બે કાનુન કેમ છે?

  કેવી રીતે કામ કરશે આ કોર્ટ?

  પાંડે અને અખિલ ભારત હિન્દુ મહાસભાના સભ્યોનું કહેવું છે કે કોર્ટ રામના દરબારની જેમ હશે. હાલ આ માટે સંવિધાન તૈયાર કરવામાં આવી રહ્યું છે. કોર્ટ સનાનત પ્રણાલી પ્રમાણે કામ કરશે. અમારા બધા જજ કડક મિજાજના હશે. જજ હવા, પાણી, આગ અને પૃથ્વીને સાક્ષીએ રાખી નિર્ણય સંભળાવવામાં આવશે.

  કાયદાકીય અડચણ
  22 ઓગસ્ટે અલ્હાબાદ હાઇકોર્ટે હિન્દુ કોર્ટના ગઠન પર પ્રદેશ સરકારને નોટિસ જાહેર કરીને આ મામલે જાણકારી માંગી છે. આ સાથે ડીએમ મેરઠ અને હિન્દુ કોર્ટની જજ પુજા પાંડેને પક્ષકાર બનાવવાનો નિર્દેશ જાહેર કરીને નોટિસ જારી કરી છે. આ મામલાની આગામી સુનાવણી 11 સપ્ટેમ્બરે થશે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Hindu mahasabha

  આગામી સમાચાર