મહાત્મા ગાંધી હત્યાકાંડની ફરીથી નહીં થાય તપાસ, એમિક્સ ક્યૂરીએ સોંપ્યો રિપોર્ટ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 8, 2018, 1:11 PM IST
મહાત્મા ગાંધી હત્યાકાંડની ફરીથી નહીં થાય તપાસ, એમિક્સ ક્યૂરીએ સોંપ્યો રિપોર્ટ
ચોથી ગોળીની થિયરી અંગે કોઈ પુરાવા નથી મળ્યા

એમિક્સ ક્યૂરીના જણાવ્યા પ્રમાણે, મહાત્મા ગાંધી હત્યાકાંડમાં જે બૂલેટ થિયરીની વાત કરવામાં આવી રહી છે તે અંગે કોઈ પુરાવા મળ્યા નથી.

  • Share this:
મહાત્મા ગાંધીની હત્યાની ફરી તપાસ નહીં થાય. ભારતના પૂર્વ સોલિસિટર જનરલ અને એમિક્સ ક્યૂરી અમરેન્દ્ર શરણે આ મામલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ સોંપી દીધો હતો.

રિપોર્ટ મુજબ, મહાત્મા ગાંધીની હત્યાની નવેસરથી તપાસ નહીં થાય. એમિક્સ ક્યૂરીના જણાવ્યા પ્રમાણે, મહાત્મા ગાંધી હત્યાકાંડમાં જે બૂલેટ થિયરીની વાત કરવામાં આવી રહી છે તે અંગે કોઈ પુરાવા મળ્યા નથી.

શું છે ચોથી ગોળીનો થિયરી?

1948માં થયેલી ગાંધીજીની હત્યાને લઈને એક એનજીઓ 'અભિનવ ભારત'ના પંકજ ફડણવિસે સુપ્રીમ કોર્ટમાં જાહેર હીતની અરજી કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બાપુની હત્યા એક રહસ્યમય વ્યક્તિએ કરી હતી. આ વ્યક્તિએ 'ચોથી ગોળી' ચલાવી હતી.

ક્યારેય ન પકડાયો રહસ્યમય વ્યક્તિ

પીઆઈએલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બાપુની હત્યાના આરોપમાં નથુરામ ગોડસેની ધરપકડ કરવામાં આવી પરંતુ આ રહસ્યમય વ્યક્તિની ધરપકડ કરવામાં ન આવી. આ પીઆઈએલ ઉપર વિચાર કરતા પહેલા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ.એ.બોબડે અને જસ્ટિસ એલ. નાગેશ્વર રાવેની બેંચે 7 ઓક્ટોબર 2017માં અમરેન્દ્ર શરણને એમિક્સ ક્યૂરી નિમ્યા હતા. શરણને બેંચે આદેશ કર્યો હતો કે મહાત્મા ગાંધી હત્યાકાંડ અંગેના દસ્તાવેજોની તપાસ કરે.કેવી રીતે થઈ હતી ગાંધીની હત્યા?

30 જાન્યુઆરી 1948ની સાંજે દિલ્હી સ્થિત બિરલા હાઉસ ખાતે ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ગાંધીજી દરરોજ સાંજે પ્રાર્થના કરતા હતા. એ દિવસે બાપુ પ્રાર્થના માટે જઈ રહ્યા હતા ત્યારે નથુરામ ગોડસે નામના વ્યક્તિએ તેમના ચરણ સ્પર્શ કર્યા અને બાદમાં સામેથી તેમને ત્રણ ગોળી મારી દીધી હતી.

8 લોકો સામે હત્યાનું કાવતરું રચવાનો આરોપ

આ કેસમાં નથુરામ ગોડસે સહિત આઠ લોકોને હત્યાનું કાવતરું રચવા માટે આરોપી બનાવવામાં આવ્યા હતા. આ આઠ લોકોમાંથી ત્રણ આરોપીઓ શંકર કિસ્તૈયા, દિગંબર બડગે, વીર સાવરકરને સરકારી સાક્ષી બનવાને કારણે મુક્ત કરી દેવામાં આવ્યા હતા. શંકર કિસ્તૈયાને હાઈકોર્ટમાં અપીલ કરવા બાદ માફ કરી દેવામાં આવ્યા. વીર સાવરકર સામે કોઈ પુરાવા મળ્યા ન હતા.

1949માં ગોડસે અને આપ્ટેને અપાઈ હતી ફાંસી

કોર્ટે 10 ફેબ્રુઆરી, 1949ના રોજ ગોડસે અને આપ્ટેને મોતની સજા સંભળાવી હતી. પૂર્વ પંજાબ હાઈકોર્ટ દ્વારા 21 જૂન, 1949ના રોજ ગોડસે અને આપ્ટેની મોતની સજાની પુષ્ટિ બાદ બંનેને 15 નવેમ્બર, 1949ની અંબાલા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
First published: January 8, 2018, 1:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading