મુજફ્ફરનગર દંગામાં BJP નેતાઓની વધી મુશ્કેલી, કેસ પાછો લેવાથી DMનો ઇન્કાર

મુજફ્ફરનગર દંગા મામલામાં આરોપોનો સામનો કરી રહેલા ભાજપાના નેતાઓની મુશ્કેલી વધી ગઈ છે

આ મામલે ડીએમે પોતાનો રિપોર્ટ કાનૂન મંત્રાલયને મોકલી આપ્યો છે, જોકે કાયદાના જાણકારોના મતે સરકાર ઇચ્છે તો ડીએમના રિપોર્ટને નકારી શકે છે

 • Share this:
  મુજફ્ફરનગર દંગા મામલામાં આરોપોનો સામનો કરી રહેલા ભાજપાના નેતાઓની મુશ્કેલી વધી ગઈ છે. જિલ્લાના ડીએમે આ નેતાઓ સામે કેસ પાછો ખેચવાનો ઇન્કાર કરી દીધો છે. જેનાથી યોગી સરકારની પાર્ટીના બે સાંસદો અને ત્રણ ધારાસભ્ય સહિત ડઝન નેતાઓ સામે 2013માં થયેલા મુજફ્ફરનગર સાંપ્રદાયિક દંગામાં નોધાયેલા આપરાધિક મામલાને પાછા ખેચવાના તથાકથિત પ્રયત્નોને ધક્કો લાગ્યો છે. રિપોર્ટ પ્રમાણે યોગી સરકારે છેલ્લા 6 મહિના પહેલા આરોપો વાપસ લેવા માટે ડીએમ પાસે રિપોર્ટ માંગ્યો હતો. જોકે વર્તમાન ડીએમ રાજીવ શર્માએ કેસ પાછો ખેચવાની ના પાડી દીધી છે. આ મામલે ડીએમે પોતાનો રિપોર્ટ કાનૂન મંત્રાલયને મોકલી આપ્યો છે. જોકે કાયદાના જાણકારોના મતે સરકાર ઇચ્છે તો ડીએમના રિપોર્ટને નકારી શકે છે.

  ઉલ્લેખનીય છે કે ભાજપાના નેતાઓ પર આરોપ છે કે તેમણે ઓગસ્ટ 2013માં એક મહાપંચાયતનું આયોજન કરીને પોતાના ભાષણથી લોકોને હિંસા માટે ભડકાવ્યા હતા. આ પછી મુજફ્ફરનગર અને આસપાસના વિસ્તારોમાં સાંપ્રદાયિક રમખાણો થયા હતા. આ રમખાણોમાં 60 લોકોના મોત થયા હતા અને 40 હજારથી વધારે લોકો બેઘર બન્યા હતા.

  કોની ઉપર લાગ્યા છે આરોપ
  પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપા સાંસદ સંજીવ બાલ્યાન, સહઆરોપી ભાજપા ધારાસભ્ય ઉમેશ મલિક, ભાજપા નેતા સાધ્વી પ્રાચી, ઉત્તર પ્રદેશના મંત્રી સુરેશ રાણા, સાંસદ ભારતેંદુ સિંહ, બીજેપી ધારાસભ્ય સંગીત સોમ સામે મામલા નોધાયેલા છે.

  શું હતી ઘટના
  27 ઓગસ્ટ 2013ના રોજ મુજફ્ફરનગર જિલ્લાના કવાલ ગામમાં જાટ-મુસ્લિમની હિંસા સાથે રમખાણો શરૂ થયા હતા. કવાલ ગાંમમાં કથિત રીતે એક જાટ સમુદાયની યુવતી સાથે એક મુસ્લિમ યુવકની છેડતીથી આ મામલો શરૂ થયો હતો. આ પછી યુવતીના પરિવારના બે મામાના ભાઈઓ ગૌરવ અને સચિને શાહનવાઝ નામના યુવકની માર-મારીને હત્યા કરી દીધા હતા. આ પછી મુસ્લિમોએ બંને યુવકોને મારી નાખ્યા હતા. આથી વિસ્તારમાં હિસાની શરૂઆત થઈ હતી. ઘણા લોકોના જીવ ગયા પછી પોલીસ, અર્ધસૈન્ય બળ અને સેના ખડકી દેવામાં આવી હતી.

  (રિપોર્ટ - ઋષભ મણિ ત્રિપાઠી)
  Published by:Ashish Goyal
  First published: