12 વર્ષના કિશોરે 10 વર્ષની કિશોરી સાથે કર્યું દુષ્કર્મ, સગીરા થઈ પ્રેગ્નન્ટ

News18 Gujarati
Updated: March 2, 2019, 4:09 PM IST
12 વર્ષના કિશોરે 10 વર્ષની કિશોરી સાથે કર્યું દુષ્કર્મ, સગીરા થઈ પ્રેગ્નન્ટ
12 વર્ષના યુવકે 10 વર્ષની યુવતી પર કર્યો બળાત્કાર, નાબાલિગ થઈ પ્રેગ્નેટ (પ્રતિકાત્મક ચિત્ર)

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે

  • Share this:
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 10 વર્ષીય એક યુવતી સાથે કથિત રુપથી દુષ્કર્મ કર્યું છે. જેના કારણે તે પ્રેગ્નેટ બની છે. પોલીસે જણાવ્યું છે કે બાળકીના માતા-પિતાની ફરિયાદ પર 12 વર્ષીય એક સગીરા સામે મામલો નોંધ્યો છે.

મોખાડા પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે બંને નાબાલિગ પડોશી છે. ફરિયાદ પ્રમાણે નાબાલિગ યુવક છેલ્લા ચાર મહિનાથી બાળકી સાથે રેપ કરી રહ્યો હતો. અધિકારીએ કહ્યું હતું કે થોડા દિવસો પહેલા એક બાળકીના પેટમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. આ પછી જ્યારે માતા-પિતા તેને ડોક્ટર પાસે લઈને ગયા તો તેમણે બાળકી ગર્ભવતી હોવાની વાત કહી હતી. ડોક્ટરની વાત સાંભળી પરિવાર દંગ રહી ગયો હતો.

પીડિતાના માતા-પિતાએ જ્યારે બાળકીને પુછ્યું તો તેણે ઘટનાની જાણકારી આપી હતી. આ પછી પરિવારજનોએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આરોપી યુવક પછી આઈપીસીની કલમ 376 અને પોક્સો અધિનિયમ પ્રમાણે મામલો નોંધાવ્યો હતો. પોલીસના મતે નાબાલિગ યુવકની હજુ ધરપકડ કરી નથી. મામલાની તપાસ ચાલી રહી છે.
First published: March 2, 2019, 4:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading