બજેટ રજૂ થવાના બે દિવસ પહેલાં શેરબજારમાં સમગ્ર દિવસ દરમિયાન પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સમગ્ર દિવસમાં મર્યાદિત શ્રેણીમાં કામકાજ થયાં બાદ બીએસઇનો 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 249.52 પોઇન્ટ ઘટીને 36,033.73ની સપાટીએ બંધ રહ્યો હતો, બીજી બાજુ એનએસઇનો 50 શેરવાળો નિફ્ટી ઇન્ડેક્સ 80.75 પોઈન્ટ ઘટી 11,049.65ની સપાટીએ બંધ રહ્યો હતો.
મંગળવારે એક તબક્કે નિફ્ટી ઘટીને 11,033.90 પર પહોંચી ગયો હતો, જ્યારે સેન્સેક્સે 36,000ના સ્તરને તોડી નાખ્યો હતો. છેલ્લે, સેન્સેક્સ 36,000ની ઉપર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 11,050ની પાસે બંધ રહ્યો હતો
આઇટી, બૅન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ
બેન્કિંગ, આઇટી, મીડિયા, મેટલ, ફાર્મા, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કેપિટલ ગુડ્સના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 0.8 ટકાના ઘટાડે 27.269 સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીનો આઇટી ઇન્ડેક્સ 1 ટકા, મીડિયા ઇન્ડેક્સ 0.9 ટકા, મેટલ ઇન્ડકેસ 0.6 ટકા અને ફાર્મા ઇન્ડેક્સમાં 0.6 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. બીએસઇના રિયલ્ટી ઇન્ડેક્સમાં 0.8 ટકા,કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં 1.75 ટકા અને કેપિટલ ગુડ્ઝ ઈન્ડેક્સમાં 0.4 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. જોકે ઓઇલ-ગેસ શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા ઘટીને 17,591.4ના સ્તરે બંધ રહ્યો છે. નિફ્ટીનો મિડકેપ 100 ઇન્ડેક્સ 0.8 ટકા ઘટીને 21,102.5 પર બંધ રહ્યો હતો. બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ 1.25 ટકાથી વધુ તૂટીને 18,873.6 પર બંધ રહ્યો છે. ભૂષણ સ્ટીલ, એવાયએમ સિન્ટેક્સ, જસ્ટ ડાયલ, ઇન્ટેલેક્ટ ડિઝાઇન અને પીસી જ્વેલરના શેરોના ભાવમાં 14.4-7.2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. જોકે મોનેટ ઇસ્પાત, ઇસ્ટર ઇન્ડસ્ટ્રીઝ, એલજી બાલક્રિષ્નન, હેલ્થકેર ગ્લોબલ અને ડેક્કન ગોલ્ડના શેરોના ભાવમાં 13.1થી 7.5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
Published by:Sanjay Joshi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર