સુપ્રીમ કોર્ટના જજોની PCથી શૅરબજારમાં ગાબડું પડ્યું હતું !

News18 Gujarati
Updated: January 12, 2018, 4:49 PM IST
સુપ્રીમ કોર્ટના જજોની PCથી શૅરબજારમાં ગાબડું પડ્યું હતું !
સુપ્રીમ કોર્ટના જજોની PCથી શૅરબજારમાં ગાબડું !
News18 Gujarati
Updated: January 12, 2018, 4:49 PM IST
દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોઓએ પ્રેસ-કોન્ફરન્સ દ્વારા ન્યાયતંત્રની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એક બાજુ, અહીં પ્રેસ- કોન્ફરન્સ ચાલી રહી હતી અને બીજી બાજુ શૅરબજાર ઘટી રહ્યું હતું. બપોર બાદ 256 પૉઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ સવારે 34606 પૉઇન્ટ પર ખૂલ્યા બાદ બપોરે 12.15 વાગ્યે 34550.2 પૉઇન્ટ પર પહોંચ્યું હતું. 12:35 વાગ્યે જ્યારે પ્રેસ-કોન્ફરન્સ સમાપ્ત થઈ એની 5 મિનિટ પછી 183 પૉઇન્ટ ઘટી ગયું હતું. બજાર ઘટાડા પહેલાં 34349.9 પૉઇન્ટથી 256 પૉઇન્ટ નીચે પહોંચી ગયો હતો.

ન્યાયાધીશોએ પહેલીવાર ન્યાય-વ્યવસ્થા પર પ્રેસ-કોન્ફરન્સ કરી

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ જે. ચેલમેશ્વરે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો વહીવટ યોગ્ય રીતે નથી ચાલી રહ્યો. અમે મુખ્ય ન્યાયમૂર્તિને સમજાવવામાં નિષ્ફળ ગયા છીએ. કેટલીક વસ્તુઓ નિયંત્રણ બહારની થઈ ગઈ છે. આને વિશે મીડિયામાં વાત કરવા સિવાય અમારી પાસે અન્ય કોઈ માર્ગ નથી. અમે અમારી ચિંતાઓ તમારી સામે લાવવા માગીએ છીએ.
First published: January 12, 2018
વધુ વાંચો
अगली ख़बर