આજે અમેરિકા અને એશિયન બજારોની મજબૂતીના સંકેતોને કારણે સ્થાનિક શેરબજાર નવી ઊંચાઈને સ્પર્શી ગયું હતું. નિફ્ટી 10,887.1ની રેકોર્ડ-ઊંચી સપાટીએ સ્પર્શી ગયો હતો, એ જ સમયે સેન્સેક્સ 35,489ની નવી ઊંચી સપાટીને સ્પર્શી ગયો હતો. છેલ્લે સેન્સેક્સ 178.47 પોઈન્ટ અથવા 0.51 ટકાના વધારા સાથે 35,260.29 પર બંધ રહ્યો હતો. બીજી બાજુ, નિફ્ટી 28.45
પોઈન્ટ અથવા 0.26 ટકાના વધારા સાથે 10,817.00ના સ્તરે બંધ રહ્યો હતો.
બજારમાં તેજી કેમ આવી ?
સતત વૈશ્વિક વિકાસ ચાલુ રહેવાની આશાએ અને કોર્પોરેટ કમાણીમાં સુધારો થવાને કારણે 2018માં શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકી બજારો બુધવારે ઊંચી સપાટીએ બંધ રહ્યાં હતાં. અમેરિકી બજારમાં તેજીથી એશિયન બજારોમાં આજે તેજી ચાલુ રહી હતી અને ઊંચા સ્તરને સ્પર્શી ગયા હતા. અમેરિકી બજારમાં તેજીને કારણે ભારતીય શેરબજારને સારોએવો ટેકો મળી રહ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સારીએવી ખરીદી જોવા મળી હતી.
Published by:Sanjay Joshi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર