Home /News /india /

સેન્સેક્સમાં 176 પૉઇન્ટનો વધારો,નિફટી 10500 પર બંધ

સેન્સેક્સમાં 176 પૉઇન્ટનો વધારો,નિફટી 10500 પર બંધ

સેન્સેક્સમાં 35 પૉઇન્ટનો વધારો, નિફ્ટી 10590ની નજીક.

નવા વર્ષમાં પ્રથમવાર સ્થાનિક શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ રહ્યા હતા.વૈશ્વિક મજબૂત સંકેતોના આધારે મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં અડધાથી વધુ ટકાના વધારા સાથે બંધ રહ્યા છે. એવી જ રીતે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં થતી સતત વેચવાલી બુધવારે અટકી ગઈ હતી. છેલ્લે, BSE 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 176.26 પૉઇન્ટના વધારા સાથે 33,969.64 પર બંધ રહ્યો હતો. Niftyનો 50 શેરવાળો ઇન્ડેક્સ નિફ્ટી 61.60 પૉઈન્ટ વધીને 10,504.80ની સપાટીએ બંધ રહ્યો હતો

દિવસભરનાં કામકાજની સ્થિતિ

નવા વર્ષમાં સૌપ્રથમ વખત માર્કેટમાં વેગ જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સમાં 200 પૉઈન્ટનો ઉછાળો આવ્યો હતો, જ્યારે નિફ્ટી 10500 ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાનો વધારો થયો છે. આજનાં કામકાજમાં નિફ્ટી વધીને 10513 સુધી પહોંચી ગયો હતો અને સેન્સેક્સ 33,995.4ની સપાટી સુધી પહોંચી ગયો હતો.

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ફરી ખરીદી જોવા મળી

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા સુધી વધીને 17,945ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીનો મિડકેપ 100 ઇન્ડેક્સ 1 ટકાના વધારા સાથે 21,300 પર બંધ રહ્યો હતો. બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ 0.9 ટકા વધીને 19,516ની સપાટીએ બંધ રહ્યો હતો.

આ શેરોની ખરીદીથી બજારને ગતિ મળી

આજે પીએસયુ બેંક, મેટલ, ફાર્મા, કન્ઝ. ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ અને ઓઇલ-ગેસ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટીમાં 0.5 ટકા સુધીનો વધારો થયો હતો અને 25,463ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફટીના પીએસયુ ઇન્ડક્સમાં 2.7 ટકા, મેટલ ઈન્ડેક્સમાં 2.8 ટકા,ફાર્મા ઇન્ડેક્સમાં 1.2 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. BSEના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં 2.5 ટકા, કેપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ 2.1 ટકા,ઓઇલ-ગેસ ઇન્ડેક્સમાં 0.8 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
First published:

Tags: BSE, Nify, NSE, Share marcket, સેન્સેક્સ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन