Home /News /india /

વર્ષ 2018ના પહેલા જ દિવસે સેન્સેક્સમાં ગાબડું, નિફ્ટી 10450ની નીચે

વર્ષ 2018ના પહેલા જ દિવસે સેન્સેક્સમાં ગાબડું, નિફ્ટી 10450ની નીચે

સેન્સેક્સમાં 244 પૉઇન્ટનો અને નિફ્ટીમાં 95 પૉઇન્ટનો ઘટાડો.

વર્ષ 2018ના પહેલા જ દિવસે સેન્સેક્સમાં ગાબડું, નિફ્ટી 10450ની નીચે

વર્ષ 2018ના પ્રથમ ટ્રેડિંગ દિવસે જ બજારમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. બજાર બંધ થવાના એક કલાક પહેલાં નિફ્ટી અને સેન્સેક્સ દિવસના નીચલા સ્તરે બંધ રહ્યા હતા. આજે સ્થાનિક બજારોમાં આળસ સાથે કામકાજની શરૂઆત થઈ હતી. નિફ્ટી 10,530ની નજીક ખૂલ્યો હતો અને એની આસપાસ મોટે ભાગે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. એવી જ રીતે સેન્સેક્સ પણ 34,100ની આસપાસ ખૂલ્યો હતો અને મોટો સમય એ જ સ્તરની આસપાસ જોવા મળ્યો હતો. છેલ્લે, નિફ્ટી 10435.55ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 33,812.75ના સ્તરે બંધ રહ્યો હતો.

બજારમાં આજના કામકાજમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વધેલા ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં 0.1 ટકાના વધારા સાથે 17,836ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 17,993ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીનો મિડકેપ 100 ઈન્ડેક્સ 0.1 ટકા ઘટીને 21,110ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 21,310ના સ્તર સુધી પહોંચ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સ 0.25 ટકા મજબૂત રહી 19,280ની સપાટીએ પહોંચ્યો રહ્યો હતો. આજે બીએસઇના
સ્મોલકેપ ઇન્ડેક્સ 19,445ની સપાટીએ પહોંચ્યો હતો.

બેંકિંગ, ઓટો, એફએમસીજી, આઇટી, મેટલ અને ઓઇલ-ગેસ શેરોમાં જોરદાર વેચવાલી રહી હતી. બેન્ક નિફ્ટીમાં 0.9 ટકા સુધીનો ઘટાડો નોંધાઈને 25,318ના સ્તરે રહ્યો હતો. નિફ્ટીના પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં 0.6 ટકા, ઓટો ઇન્ડેક્સમાં ટકા 1 ટકો, એફએમસીજી ઇન્ડેક્સમાં 0.6 ટકા,આઇટી ઇન્ડેક્સમાં 0.9 ટકા અને મેટલ ઈન્ડેક્સમાં 0.5 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. બીએસઇના ઓઇલ અને
ગેસ ઇન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો થયો છે. જોકે પાવર, રિયલ્ટી અને કેપિટલ ગુડ્સના શેરોમાં આજે ખરીદી જોવા મળી હતી.

બીએસઇના 30 શેરવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 244.08 પોઇન્ટ અથવા 0.72 ટકા ઘટીને 33,811.75ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઇના 50 શેરવાળા ઇન્ડેક્સ નિફ્ટી 95.15 પોઈન્ટ અથવા 0.90 ટકાના ઘટાડા સાથે 10,435.55ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. દિવસના ઉપલા સ્તરથી નિફ્ટી 100 પોઈન્ટ્સથી નીચે આવી ગયો છે, જ્યારે ઉપલા સ્તરથી સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઘટાડો થયો
હતો.

આજના કામકાજમાં ભારતી ઈન્ફ્રાટેલ, ટીસીએસ, બોશ, બજાજ ફાઇનાન્સ, બીપીસીએલ, ઇન્ડસઇન્ડ બેન્ક, એચયુએલ, ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ 2.3-1.2 ટકા સુધી ઘટ્યા હતા. જોકે ટાટા પાવર, ભેલ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, કોલ ઇન્ડિયા, વિપ્રો, સન ફાર્મા અને એક્સિસ બૅન્કમાં 3.9-0.5 ટકા સુધીનો વધારો થયો હતો.

મિડકેપ શેરોમાં રિલાયન્સ પાવર, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઈન્ફ્રા, અદાણી પાવર અને સેન્ટ્રલ બેન્કમાં 20.7-2.3 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, યુનાઈટેડ બ્રુઅરીઝ, કંસાઈ નેરોલાક, ટોરન્ટ ફાર્મા અને કન્ટેઈનર કોર્પના શેરોમાં 2.25-1.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

સ્મોલકેપ શેરોમાં રિલાયન્સ નેવલ, થેમિસ મેડિકેર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રા, પુંજ લોઇડ અને એમટીએનએલ 32.3-12.8 ટકા સુધીના વધારા સાથે બંધ રહ્યા હતો. જોકે મંગલમ ડ્રગ્સ, આશાપુરા ઈન્ટિમેટ્સ ફેશન, મયૂર યુનિકોટર, રુશીલ ડેકોર અને જયપ્રકાશ એસોસિએટ્સમાં 4.5-3.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
First published:

Tags: BSE, NSE, Share marcket, સેન્સેક્સ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन