Home /News /india /

સેન્સેક્સમાં 64 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10480ની નીચે

સેન્સેક્સમાં 64 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10480ની નીચે

શૅરબજારમાં સેન્સેક્સમાં 64 પૉઇન્ટ અને નિફ્ટીમાં 13 પૉઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.

શૅરબાજારમાં રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, નાલ્કો, જીએમઆર ઇન્ફ્રા અને જિંદાલ સ્ટીલ 9.7-4 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.

આજે સમાપ્તિના દિવસે બજારમાં ઉતાર-ચઢાવભર્યાં કામકાજ રહ્યાં હતાં અને છેલ્લા એક કલાકમાં બજાર દિવસભરના ઉચ્ચતમ સ્તર પરથી નીચે આવ્યું હતું. આજનાં કામકાજમાં નિફ્ટી 10,534.55ની સપાટીને સ્પર્શી ગયો હતો, જ્યારે સેન્સેક્સ 34,023.65 સુધી પહોંચ્યો હતો. છેલ્લે, નિફ્ટી 10,480ની નીચે ઊતરી ગયો હતો, જ્યારે સેન્સેક્સ ઘટીને 33,850ની નીચે જતો રહ્યો હતો. નિફ્ટીમાં
દિવસના ઉપલા સ્તરથી 50 પોઈન્ટથી વધુ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સમાં 175 પોઇન્ટ સુધીનો ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ થોડું દબાણ જોવા મળ્યું છે. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 0.1 ટકાના વધારા સાથે 17,692ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે કામકાજમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 17,753 પર પહોંચ્યો હતો. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 20,991.3 પર બંધ રહ્યો હતો. આજના કામકાજમા નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 21,080 સુધી પહોંચ્યો હતો. બીએસઇનો સ્મોલકેપ
ઇન્ડેક્સ 0.3 ટકા મજબૂતી થઈને 19,109ના સપાટીએ બંધ રહ્યો હતો.

પીએસયુ બેંક, ઓટો, ફાર્મા અને ઓઇલ-ગેસ શેરમાં સૌથી વધુ ટર્નઓવર જોવા મળ્યું છે. બેન્ક નિફ્ટી 25,490ના સ્તરે બંધ રહ્યો હતો. છે, જ્યારે નિફ્ટીના પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં લગભગ 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના ઓટો ઇન્ડેક્સમાં 0.4 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો અને ફાર્મા ઇન્ડેક્સમાં 0.6 ટકા જેટલી નબળાઈ જોવા મળી હતી. બીએસઇના ઓઇલ-ગેસ ઇન્ડેક્સમાં 0.5
ટકા સુધીનો ઘટાડો થયો હતો. જોકે રિયલ્ટી અને મેટલ શેરોમાં આજે સારી ખરીદી જોવા મળી હતી.

બીએસઇનો 30 શેરવાળો સેન્સેક્સ 64 પોઈન્ટ અથવા 0.2 ટકાના ઘટાડાના સાથે 33,848ની સપાટીએ બંધ રહ્યો હતો. એનએસઇનો 50 શેરવાળો ઇન્ડેક્સ નિફ્ટી 13 પોઈન્ટ અથવા 0.1 ટકાના ઘટાડા સાથે 10,478ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજના કામકાજમાં આઇઓસી, એસબીઆઇ, હીરો મોટો, એક્સિસ બેન્ક, સન ફાર્મા અને અદાણી પોર્ટ્સ 2.4-1.3 ટકા સુધીના ઘટાડા સાથે બંધ રહ્યા હતા, જોકે હિન્ડાલ્કો, યુપીએલ, વેદાંતા, ટાટા સ્ટીલ, ડો. રેડ્ડી, એચડીએફસી બેંક, વિપ્રો અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરોમાં 3.6થી 0.5 ટકા સુધીના વધારા સાથે બંધ રહ્યા હતા.

મિડકેપ શેરોમાં રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, નાલ્કો, જીએમઆર ઇન્ફ્રા અને જિંદાલ સ્ટીલ 9.7-4 ટકા સુધીના ઉછાળા
સાથે બંધ રહ્યા હતા, જોકે બજાજ હોલ્ડિંગ્સ, કેનરા બેન્ક, ઇન્ડિયન બેન્ક, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને એલ એન્ડ ટી ફાઇનાન્સમાં 2.7-1.6 ટકા સુધાનો ઘટાડો નોંધાયો હતો.

સ્મોલકેપ શેરોમાં ફ્લેક્સી. ઇન્ટરનેશનલ, જેપી ઇન્ફ્રા, ફિનોટક્સ કેમ, ડ્રેજિંગ કોર્પ અને ઇન્ડો ટેક 20-12.7 ટકાના વધારા સાથે બંધ રહ્યા હતા, જોકે ધમમપુર શુગર, દ્વાવારિકેશ શુગર, ધ બાઇક હોસ્પિટેલિટી, મોરપિન લેબ અને બટરફ્લાય 6.5થી 3 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
First published:

Tags: BSE, Business, Nify, NSE, Sansex, Share marcket

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन