Home /News /india /

સેન્સેક્સમાં 19 પૉઇન્ટનો ઘટાડો

સેન્સેક્સમાં 19 પૉઇન્ટનો ઘટાડો

નવા વર્ષમાં સતત ત્રીજા દિવસે સ્થાનિક શેરબજાર ભારે વોલેટિલિટી વચ્ચે ઘટીને બંધ રહ્યું હતું. જોકે સારા વૈશ્વિક સંકેતોને લીધે બજાર મજબૂત રહ્યું હતું, પરંતુ છેલ્લા કલાકના કામકાજ દરમિયાન બજારમાં દબાણ વધ્યું હતું

નવા વર્ષમાં સતત ત્રીજા દિવસે સ્થાનિક શેરબજાર ભારે વોલેટિલિટી વચ્ચે ઘટીને બંધ રહ્યું હતું. જોકે સારા વૈશ્વિક સંકેતોને લીધે બજાર મજબૂત રહ્યું હતું, પરંતુ છેલ્લા કલાકના કામકાજ દરમિયાન બજારમાં દબાણ વધ્યું હતું

નવા વર્ષમાં સતત ત્રીજા દિવસે સ્થાનિક શેરબજાર ભારે વોલેટિલિટી વચ્ચે ઘટીને બંધ રહ્યું હતું. જોકે સારા વૈશ્વિક સંકેતોને લીધે બજાર મજબૂત રહ્યું હતું, પરંતુ છેલ્લા કલાકના કામકાજ દરમિયાન બજારમાં દબાણ વધ્યું હતું. છેલ્લે, બીએસઇ 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 18.88 પૉઇન્ટ ઘટીને 33793.38ની સપાટીએ બંધ રહ્યો હતો. એનએસઇનો 50 શેરવાળો ઇન્ડેક્સ નિફ્ટી 1 પૉઇન્ટની વૃદ્ધિ સાથે 10,443.20ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસના ઉપલા સ્તરથી નિફ્ટી 60 પૉઈન્ટ ઘટ્યો  હતો અને સેન્સેક્સ 200 પૉઇન્ટ્સથી વધુ ઘટ્યો હતો.

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં આજે ખરીદી જોવા મળી હતી. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.5 ટકા વધીને બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.7 ટકાનો વધારો થયો હતો. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ 1 ટકા વધ્યો હતો.

ઑટો,ફાર્મા અને ઓઇલ-ગેસના શેરોમાં વેચવાલી

ઑટો, ફાર્મા અને ઓઇલ-ગેસના શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી છે. નિફ્ટીનો ઓટો ઇન્ડેક્સ 0.5 ટકા અને ફાર્માનો ઇન્ડેક્સ 0.5 ટકા ઘટ્યો હતો. બીએસઇ ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં 0.25 ટકાનો ઘટાડો થયો હતો. બેન્ક નિફ્ટીમાં 0.1 ટકાના સહેજ ઘટાડા સાથે 25,319ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે આજે એફએમસીજી, મેટલ, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં
ખરીદી જોવા મળી હતી.

દિગ્ગજ શેરોનું પ્રદર્શન

અદાણી પોર્ટ્સ, એલ એન્ડ ટી, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દાલ્કો, અંબુજા સિમેન્ટ, યસ બેન્ક અને ટાટા મોટર્સમાં 2.8-1 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે ડો. રેડ્ડીઝ, વિપ્રો, ઓએનજીસી, બજાજ ઓટો અને મારુતિ સુઝુકીમાં 3-1.4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ શેરોનું પ્રદર્શન

મિડકેપ શેરોમાં જિંદાલ સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝ, યુનાઈટેડ બ્રૂઅરીઝ, ઓરેકલ ફાઇનાશિયલ અને ટાટા કેમિકલ્સમાં 8.1-3.6 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. જોકે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, એમ્ફિસિસ, ગ્લેક્સો કન્ઝ્યુમર, એપોલો હોસ્પિટલ્સ અને ક્રિસિલના શેરોમાં 5.6-1.4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

સ્મોલકેપ શેરોનું પ્રદર્શન

સ્મોલકેપ શેરોમાં અંબિકા કોટન, નાગાર્જુન ફર્ટિલાઇઝર્સ, પેનાસોનિક કાર્બન, ફિલિપ્સ કાર્બનમાં 20-15.6 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે થિમસ મેડિકેર, ફ્લેક્સિટફ ઇન્ટરનેશનલ, ડીબી રિયલ્ટી, આર્કોટેક અને બીઇએમલના શેરોમાં 5.7-3.4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
First published:

Tags: BSE, Business, NSE, Share marcket, સેન્સેક્સ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन