Home /News /india /

સેન્સેક્સ 34450ની નજીક અને નિફ્ટી 10630ની ઉપર બંધ

સેન્સેક્સ 34450ની નજીક અને નિફ્ટી 10630ની ઉપર બંધ

શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 578 પૉઇન્ટનો ઉછાળો.

બજારમાં રોજ નવા નવા વિક્રમ બની રહ્યા છે. આજે પણ સેન્સેક્સ અને નિફ્ટી નવાં શિખર પર બંધ રહ્યા હતા. આજે બજારમાં દિવસ દરમિયાન વધઘટ જોવા મળી હતી. જોકે બજારમાં છેલ્લા અડધા કલાકમાં ખૂબ ખરીદી જોવા મળી હતી. આજે નિફ્ટીમાં 10,659.15ના સ્તરે નવો રેકોર્ડ નોંધાયો હતો, જ્યારે સેન્સેક્સમાં પણ 34,488ના સ્તરે નવો રેકોર્ડ નોંધાયો હતો.

આજે બજારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદીનો ઉત્સાહ ઠંડો પડતો જોવા મળ્યો હતો. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સમાં 0.4 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.1 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. બીએસઇના સ્મોલકેપ ઈન્ડેક્સ 0.1 ટકાના સહેજ વધારા સાથે બંધ રહ્યો હતો.

એફએમસીજી, રિયલ્ટી-કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં આવેલી ખરીદીથી બજાર વધ્યું હતું. નિફ્ટીના એફએમસીજી ઇન્ડેક્સમાં 0.5 ટકાનો વધારો નોંધાયો હતો. બીએસઇ રિયલ્ટી ઈન્ડેક્સ 3 ટકા જેટલો વધ્યો હતો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં 0.8 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. બેન્ક નિફ્ટીમાં 0.1 ટકાના સહેજ વધારા સાથે 25,704ની સપાટીએ બંધ રહ્યો હતો, પણ ઓટો, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેંક, કેપિટલ ગુડ્સ અને પાવરના શેરોમાં દબાણ જોવા મળ્યું હતું.

બીએસઇ 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 90.4 પૉઇન્ટ અથવા 0.26 ટકાના વધારા સાથે 34443.19ની સપાટીએ બંધ રહ્યો હતો. એનએસઇનો 50 શેરવાળો ઇન્ડેક્સ 13.40 પૉઈન્ટ અથવા 0.13 ટકા વધીને 10,637 પર બંધ રહ્યો હતો.

બજારમાં કામકાજમાં કોલ ઇન્ડિયા, યસ બેન્ક, વિપ્રો, આઇટીસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરો 5.8-1.3 ટકા સુધીના વધારા સાથે બંધ રહ્યા હતા. જોકે ઝી એન્ટરટેઇનમેન્ટ, આઇશર મોટર્સ, હિન્દાલ્કો,ભારતી ઇન્ફ્રાટેલ, ભેલ, ભારતી એરટેલ, અદાણી પોર્ટસ, હીરો મોટો અને સન ફાર્માના શેરોમાં 2.3-0.9 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ શેરોમાં રિલાયન્સ પાવર, જીએમઆર ઇન્ફ્રા, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, વોકહાર્ટ અને જિંદાલ સ્ટીલમાં 6.6-3.1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે, ટોરેન્ટ પાવર, ઓબેરોય રિયલ્ટી, અશોક લેલેન્ડ, બર્જર પેઇન્ટ્સ અને સીજી કન્ઝ્યુમરના શેરો 2-1.2 ટકાના સુધીના વધારા સાથે બંધ રહ્યા હતા.

સ્મોલકેપ શેરોમાં જયપ્રકાશ એસોસિએટ્સ, નાગાર્જુન ફર્ટિલાઇઝર્સ, રોયલ ઓર્કિડ, જેપી ઇન્ફ્રા અને એમટીએનએલના શેરોમાં 7.1-5.25 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે કોફી ડે, ઇન્ફિનાઇટ કૉમ્પ્યુટર, સબ્રોસ, ક્વિક હીલ અને તનલા સોલ્યુશન્સના શેરોમાં 20થી 14.7 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
First published:

Tags: BSE, Business, NSE, Share marcket, સેન્સેક્સ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन