Home /News /india /

સેન્સેક્સ 34050 ઉપર બંધ, નિફ્ટી 10530ની ઉપર

સેન્સેક્સ 34050 ઉપર બંધ, નિફ્ટી 10530ની ઉપર

સેન્સેક્સમાં 90 પૉઇન્ટનો વધારો, નિફ્ટી 10550ની પાસે બંધ .

વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસમાં બજારમાં શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. નિફ્ટી 10,530.70 પર બંધ રહ્યો છે તો સેન્સેક્સ 34,056.83ની સપાટીને બંધ રહ્યો હતો.

વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસમાં બજારમાં શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. નિફ્ટી 10,530.70 પર બંધ રહ્યો છે તો સેન્સેક્સ 34,056.83ની સપાટીને બંધ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાનો વધારો નોંધાયો છે.

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં આજે ઉત્સાહ જોવા મળ્યો હતા. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 0.75 ટકા સુધી વધ્યો હતો અને 17,822.4ના સ્તર સુધી પહોંચ્યો હતો. નિફ્ટી મિડકેપ-100 ઇન્ડેક્સ 0.7 ટકાના વધારા સાથે 21,133.5ના સ્તર સુધી પહોંચ્યો હતો. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.6 ટકા સુધી વધીને 19,231ની સપાટી સુધી પહોંચ્યો હતો.

આજે ઓટો, એફએમસીજી, આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ અને પાવર શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. નિફ્ટીનો ઓટો ઇન્ડેક્સમાં 1.3 ટકા, એફએમસીજી ઈન્ડેક્સમાં 0.9 ટકા અને આઇટી ઇન્ડેક્સમાં 1.5 ટકા જેટલો વધારો નોંધાયો હતો. બીએસઇના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં 0.9 ટકા, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં 0.5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો અને પાવર
ઇન્ડેક્સમાં 1.5 ટકા જેટલો વધારો નોંધાયો હતો. બેન્ક નિફ્ટી 0.2 ટકા જેટલા મામૂલી વધારા સાથે 25,540ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે મેટલ, મિડિયા અને ઓઇલ અને ગેસના શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

બીએસઇ 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 209 પોઈન્ટ અથવા 0.6 ટકા વધીને 34,057ની સપાટીએ બંધ રહ્યો હતો. એનએસઇનો 50 શેરવાળો નિફ્ટી 53 પોઈન્ટ અથવા 0.5 ટકા ઊછળીને 10,531ના સ્તરે બંધ રહ્યો હતો.

આજના કામકાજમાં ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક, ભારતી ઇન્ફ્રાટેલ, ટીસીએસ, ટાટા મોટર્સ ડીવીઆર અને હીરો મોટો 3.2-2 ટકા સુધી વધ્યો હતો. જોકે ગેઇલ, બીપીસીએલ, એચપીસીએલ, આઇઓસી, વેદાંતા, ડો. રેડ્ડીઝ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ અને એચડીએફસી બેન્કમાં 2.25-0.2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

સ્મોલકેપ શેરોમાં ફિનોફેક્સ, ઇન્દ્રપ્રસ્થ, જયપ્રકાશ એસોસિએટ્સ, એચડીઆઈએલ અને જેપી ઇન્ફ્રા.ના શેરોમાં 19.4થી 10 ટકાનો વધારો નોંધાયો હતો, જોકે ઇન્ફિબીમ, પાયોનિયર ડિસ્ટિલરીઝ, એલેમ્બિક, મોરપીન લેબ અને તાનલા સોલ્યુશન્સના શેરોમાં 14.2-3.8 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
First published:

Tags: BSE, Business, NSE, Share marcket

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन