Home /News /india /

સેન્સેક્સ 34150 અને નિફ્ટી 10550ની સપાટી ઉપર બંધ

સેન્સેક્સ 34150 અને નિફ્ટી 10550ની સપાટી ઉપર બંધ

શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 578 પૉઇન્ટનો ઉછાળો.

આજે શેરબજાર ઊંચાઈના નવા શિખર પર પહોંચ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ રેકોર્ડ-સ્તરે બંધ રહ્યા હતા. સેન્સેક્સ 34,188.41 સુધી પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટીએ નવા ઉચ્ચતમ સ્તર 10,566.10 સુધી પહોંચ્યો હતો. છેલ્લે, નિફ્ટી 10558.85 અને સેન્સેક્સ 34,153.85ની ઉપર બંધ રહ્યા હતા.

બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા સુધી વધીને 18,070ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 0.9 ટકાના વધારા સાથે 21,500ની સપાટી પાસે બંધ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં એક ટકાનો વધારો નોંધાયો હતો અને 19705ની સપાટી પાસે બંધ રહ્યો હતો.

આજે બજારમાં ઑટો, એફએમસીજી, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ અને પાવર શેરોમાં ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 0.5 ટકાની વૃદ્ધિ સાથે 25,602ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીનો ઑટો ઇન્ડેક્સમાં 0.75 ટકા, એફએમસીજી ઈન્ડેક્સમાં 0.8 ટકા અને ફાર્મા ઇન્ડેક્સમાં 0.7 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. BSEનો કન્ઝ્યુમર ડયુરેબલ ઇન્ડેક્સમાં 1.25 ટકા,
કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં 0.4 ટકા અને પાવર ઇન્ડેક્સમાં 0.4 ટકા જેટલો વધારો નોંધાયો હતો. જોકે આજે ઓઇલ-ગેસ અને પીએસયુ બેન્કોના શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

બીએસઇનો 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 184.21 પૉઈન્ટ અથવા 0.54 ટકાના વધારા સાથે 34,153.85ના સ્તર પર બંધ રહ્યો હતો. એનએસઇનો 50 શેરવાળો ઇન્ડેક્સ 54.05 પૉઇન્ટ અથવા 0.51 ટકાના વધારા સાથે 10558.85ના સ્તરે બંધ રહ્યો હતો. બજારનાં આજનાં કામકાજમાં પ્રમુખ શેરો જેવા કે યસ બેન્ક, બજાજ ફાઇનાન્સ, અદાણી પોર્ટસ, ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેન્ક અને ડો રેડ્ડીઝ 5થી 2.4 ટકા સુધીના ઉછાળા સાથે બંધ રહ્યા હતા. જોકે ભારતી ઇન્ફ્રાટેલ, હિન્દાલ્કો, UPL,એચપીસીએલ, આઇઓસી, ઓએનજીસી, ટાટા મોટર્સ ડીવીઆર, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ અને વિપ્રો જેવા શેરો 1.7થી 0.6 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

મિડકેપ શેરો જેવા કે આઇડીએફસી બેન્ક, યુનાઈટેડ બ્રુઅરીઝ, ઇન્ડિયન હોટેલ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પાવરમાં 7થી 5 ટકાનો વધારો નોંધાયો હતો. જોકે રાજેશ એક્સપોર્ટસ, ક્યુમિન્સ, જિંદાલ સ્ટીલ, યુનિયન બેન્ક અને બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરોમાં 3.2થી 1.4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

સ્મોલકેપ શેરો જેવા કે ઇન્ડો-નેશનલ, જીએમ બ્રુઅરીઝ, સુબ્રોસ, સિમ્ફની અને વીઆઇપી 20-13 ટકા સુધીના વધારા સાથે બંધ રહ્યા હતા. જોકે ઓર્બિટ એક્સપોર્ટસ, ઓરિયન-પ્રો સોલ્યુશન્સ, ડાયમંડ પાવર, અલંકિત અને ફિનોટેક્સ કેમમાં 6.8થી 5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
First published:

Tags: BSE, NSE, Share marcket, નિફ્ટી, સેન્સેક્સ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन