Home /News /india /

સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ બંધ રહ્યા,મિડકેપમાં દબાણ જોવા મળ્યું

સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ બંધ રહ્યા,મિડકેપમાં દબાણ જોવા મળ્યું

સેન્સેક્સ અને નિફ્ટીમાં ફ્લેટ બંધ રહ્યા.

વર્ષ 2018ના બીજા દિવસે બજાર દબાણ હેઠળ જોવા મળ્યું હતું. જોકે શરૂઆત સારી રહી હતી, પરંતુ ઉપલા સ્તર પર દબાણ ઊભું થયું હતું અને બજાર કાલના સ્તરની પાસે બંધ રહ્યું હતું. આજના કામકાજમાં નિફ્ટી 10,495.2 સુધી પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ 33,964.14 સુધી પહોંચ્યો હતો. અંતે, નિફ્ટી 10,442.20 પર બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ ગઇકાલના સમાન સ્તરે એટલે કે 33812.26 પર બંધ રહ્યો હતો.

આજે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલીનું પ્રમાણ ઘણું વધુ હતું. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 0.6 ટકા જેટલો ઘટીને નીચે બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.7 ટકા જેટલી નબળાઈ જોવા મળી હતી. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.6 ટકા જેટલોનો તૂટીને બંધ રહ્યો હતો.

એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેંક, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ અને ઓઇલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી. નિફ્ટીના એફએમસીજી ઈન્ડેક્સમાં 0.6 ટકા, ફાર્મા ઇન્ડેક્સમાં 0.5 ટકા અને પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં 1.5 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. બીએસઇ રિયલ્ટી ઈન્ડેક્સ 1 ટકો વધ્યો છે, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં 0.5 ટકા અને ઓઇલ-ગેસ ઇન્ડેક્સમાં લગભગ 0.5 ટકા જેટલી નબળાઈ જોવા મળી હતી.

બેન્ક નિફ્ટીમાં 0.1 ટકાની વૃદ્ધિ સાથે 25,338ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે ઓટો, આઇટી, મેટલ અને પાવર શેરોમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટીના ઓટો ઇન્ડેક્સ 0.3 ટકા જેટલો વધ્યો હતો, આઇટી ઇન્ડેક્સ 0.3 ટકા અને મેટલ ઇન્ડેક્સ 0.6 ટકા જેટલો વધ્યો હતો. બીએસઈના પાવર ઇન્ડેક્સમાં 0.3 ટકા જેટલો વધારો નોંધાયો હતો.

બીએસઇના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 33,812.26 પર બંધ રહ્યો હતો. એનએસઇનો 50 શેરવાળો ઇન્ડેક્સ નિફ્ટી 7 પોઇન્ટના વધારા સાથે 10,442.20ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજના કામકાજમાં ટાટા મોટર્સ ડીવીઆર, ટાટા મોટર્સ, બીએચઇએલ, તાતા પાવર, ભારતી ઇન્ફ્રાટેલ, ઓએનજીસી, UPL અને કોલ ઈન્ડિયાનો શેર 4.25થી 1.5 ટકા સુધી વધ્યો હતો. જોકે આઇશર મોટર્સ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, ભારતી એરટેલ, અરવિંદો ફાર્મા, એચપીસીએલ, એક્સિસ બેન્ક, એસબીઆઈ, મારુતિ સુઝુકી અને એલ એન્ડ ટીમાં 4.1-1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ શેરોમાં સીજી કન્ઝ્યુમર, અશોક લેલેન્ડ, અદાણી પાવર, ટીવીએસ મોટર અને રાજેશ એક્સપોર્ટ્સમાં 2.8-1.1 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ પાવર, જીએમઆર ઇન્ફ્રા, યુનાઈટેડ બ્રુઅરીઝ અને જીઇ ટી એન્ડ ડીમાં 8.6-2.7 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

સ્મોલકેપ શેરોમાં ડાયમંડ પાવર, રોલ્ટા, એન્વાસ્ડ એન્ઝાઇમ એન્ડ ફાઈનોટેક્સ કેમમાં 20-10 ટકા સુધી વધીને બંધ રહ્યો હતો. જોકે રિલાયન્સ નેવલ, MSR ઇન્ડિયા, ફ્લેક્સિટફ ઇન્ટરનેશનલ, આઇએફસીઆઇ અને રાય સાહેબ મિલ્સમાં 8.5થી 5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
First published:

Tags: BSE, Business, Nify, NSE, Share marcket, સેન્સેક્સ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन