મુંબઈમાં વધુ એક બ્રિજમાં તિરાડો પડી, પોલીસે તાત્કાલિક બંધ કરાવ્યો

 • Share this:
  મુંબઈમાં મંગળવારે એક બ્રિજનો અમુક ભાગ ધરાશાયી થયા બાદ પોલીસે વધુ એક બ્રિજમાં તિરાડો પડી હોવાનું ટ્વિટ કરીને બ્રિજ પરથી ટ્રાફિક ડાયવર્ટ કરી દીધો છે. અંધેરીમાં મંગળવારે એક બ્રિજનો અમુક ભાગ ધારાશયી થવાને કારણે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

  મુંબઈ પોલીસે ટ્વિટ કરીને આપી માહિતી

  મુંબઈ પોલીસે આ અંગે ટ્વિટ કરીને લખ્યું હતું કે, "ગ્રાન્ટ રોડ સ્ટેશન ખાતે આવેલા બ્રિજમાં તિરાડો નજરે પડી છે. આથી આ બ્રિજ પરના ટ્રાફિકને નાના ચોક તરફથી કેનેડી બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે." ફોટોગ્રાફ્સમાં બ્રિજમાં પડેલી ઊંડી અને લાંબી તિરાડો જોઈ શકાય છે.

  પોલીસે આ બ્રિજ પરથી ટ્રાફિક ડાયવર્ટ કરી દીધો છે


  અંધેરી ખાતે આવેલી તેમજ ખૂબ જ વ્યસ્ત રહેતા બે ટ્રેનના સ્ટોપને જોડતા બ્રિજનો કેટલોક હિસ્સો મંગળવારે વરસાદને કારણે તૂટી ગયો હતો. દરરોજ આ બ્રિજ પરથી હજારોની સંખ્યામાં મુસાફરો અવરજવર કરતા હોય છે. સાત મહિના પહેલા આ બ્રિજની સુરક્ષાની તપાસ કરવામાં આવી હતી.

  બનાવ બાદ રેલવેએ કહ્યું હતું કે તે 450 ઓવરબ્રિજ, ફૂટ ઓવરબ્રિજ અને બ્રિજની સુરક્ષાનું ઓડિટ કરશે. પિયૂષ ગોયલના જણાવ્યા પ્રમાણે બ્રિજોનું ઓડિટ આઈઆઈટીના ડિરેક્ટર દ્વારા કરવામાં આવશે.

  નોંધનીય છે કે નવ મહિના પહેલા મુંબઈમાં એલ્ફિન્સ્ટોન બ્રિજ તૂટી જવાને કારણે થયેલી ભાગદોડમાં 23 લોકોનાં મોત થયા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published: