નિફ્ટી 10650 ઉપર બંધ, સેન્સેક્સમાં 70 પૉઇન્ટનો વધારો

News18 Gujarati
Updated: January 11, 2018, 5:06 PM IST
નિફ્ટી 10650 ઉપર બંધ, સેન્સેક્સમાં 70 પૉઇન્ટનો વધારો
શૅરબજારમાં તેજી, સેન્સેક્સમાં 70 પૉઇન્ટનો વધારો.
News18 Gujarati
Updated: January 11, 2018, 5:06 PM IST
આજે બજારમાં નીચલા સ્તરેથી સારીએવી રિકવરી જોવા મળી હતી. નિફ્ટીએ આજે 10,664.6ની નવી ઊંચી વિક્રમ બનાવી હતી. એવી જ રીતે સેન્સેક્સ 34,558.88 સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી આજે ઘટીને 10,612.35ની સપાટીએ પહોંચી ગયો હતો. એવી જ રીતે સેન્સેક્સ ઘટીને 34,400.6ની સપાટીએ પહોંચી ગયો હતો. છેલ્લે, નિફ્ટી 10,651.20 પર બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 34,503.49 પર બંધ રહ્યો હતો.

મિડકેપ અને સ્મોલકેપના શેરોમાં આજે ખરીદી જોવા મળી હતી. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 0.25 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.25 ટકાનો વધારો નોંધાયો હતો. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.4 ટકાનો વધારો નોંધાયો હતો.

પીએસયુ બેંક, એફએમસીજી, આઇટી, મીડિયા, ફાર્મા અને રિયલ્ટીના શેરોમાં ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 0.2 ટકાની વૃદ્ધિ સાથે 25,661ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે આજે મેટલ, ઓઇલ અને ગેસ-કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. છે.

બીએસઇનો 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 70.42 પૉઇન્ટ અથવા 0.2 ટકાની વૃદ્ધિ સાથે 34,503.49ની સપાટીએ બંધ રહ્યો હતો. એનએસઇનો 50 શેરવાળો નિફ્ટી 19 પૉઇન્ટ અથવા 0.18 ટકાની વૃદ્ધિ સાથે 10,651.20ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજે ઇન્ફોસિસ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી અને એશિયન પેઇન્સના શેરોના ભાવમાં 2.3-1 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે ઇન્ડસઇન્ડ બેન્ક, વિપ્રો, અંબુજા સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, સિપ્લા, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક અને હીરો મોટોના શેરોના ભાવોમાં 2.1-0.7 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ શેરોમાં આઇડીએફસી બેંક, ઓબેરોય રિયલ્ટી, જેએસડબ્લ્યુ એનર્જી, યુનાઈટેડ બ્રુઅરીઝ અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝમાં 8.3-4 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે મિડકેપ શેરોમાં કન્ટેનર કોર્પ, 3એમ ઇન્ડિયા, જીએમઆર ઇન્ફ્રા અને ઇમામીમાં 2.9-2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

સ્મોલકેપ શેરોમાં ઉત્તમ ગાલવા, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ, આરપીજી લાઇફ અને ગુડલકના શેરોના ભાવમાં 19.8-14.6 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે ફોર્ટિસ હેલ્થ, ડ્રેજિંગ કોર્પ, વિડિયોકોન અને ફિનિયોટોક્સ કેમના શેરોના ભાવમાં 8.2-4.9 ટકાનો સુધીનો ઘટાડો નોંધાયો હતો.
First published: January 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर