Home /News /india /

નિફ્ટી 10700 પર બંધ, સેન્સેક્સમાં 72 પૉઇન્ટનું ગાબડું

નિફ્ટી 10700 પર બંધ, સેન્સેક્સમાં 72 પૉઇન્ટનું ગાબડું

સેન્સેક્સમાં 63 પૉઇન્ટ અને નિફ્ટીમાં 22 પૉઇન્ટનો ઘટાડો.

    શૅરબજારમાં સતત ચાલી રહેલી તેજી પર આજે બ્રેક લાગી હતી. નિફ્ટીમાં 0.5 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો, જ્યારે સેન્સેક્સમાં 0.25 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. આજે દિવસ દરમિયાન નિફ્ટીએ નીચામાં 10,687.85ની સપાટી બતાવી હતી,જ્યારે સેન્સેક્સ 34,735.55 સુધી નીચે ગયો હતો. છેલ્લે, નિફ્ટી 10,700.45 પર બંધ રહ્યો, જ્યારે સેન્સેક્સ 34,771.05 પર બંધ રહ્યો હતો.

    આજે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 1.75 ટકા ઘટીને 17,814 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.8 ટકા જેટલો ઘટીને 21,300ની પાસે બંધ રહ્યો હતો. બીએસઇ સ્મોલકેપ ઈન્ડેક્સમાં 2.2 ટકાના ઘટાડા સાથે 19,603ની પાસે બંધ રહ્યો હતો.

    આઇટી સેક્ટર સિવાય તમામ સેક્ટરના શેરો લાલ ચિહનમાં બંધ રહ્યા હતા. નિફ્ટીનો આઇટી ઇન્ડેક્સમાં 3.5 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટીમાં 0.4 ટકાના ઘટાડા સાથે 25,975ની સપાટી પાસે બંધ રહ્યો હતો. જોકે નિફ્ટીના ઓટો ઈન્ડેક્સમાં 1.25 ટકા, એફએમસીજી ઇન્ડેક્સમાં 1.1 ટકા, મેટલ ઈન્ડેક્સમાં 2.8 ટકા અને પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં 2.8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. બીએસઇના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં 1.3 ટકા, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં 0.8 ટકા, ઓઇલ-ગેસ ઇન્ડેક્સમાં 1.8 ટકા અને પાવર ઇન્ડેક્સમાં 1.8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    બીએસઇનો 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 72.46 પૉઇન્ટ અથવા 0.21 ટકા ઘટીને 34,771.05ની સપાટી બંધ રહ્યો હતો. એનએસઇનું 50 શેરવાળો ઇન્ડેક્સ નિફ્ટી 41.10 પૉઇન્ટ અથવા 0.38 ટકા ઘટીને 10,700.45 પર બંધ રહ્યો હતો.

    આજે કોલ ઈન્ડિયા, ટાટા પાવર, એચપીસીએલ, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બીએચઇયેલ, ભેલ, ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલના શેરોના ભાવમાં 4.7-2.2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે વિપ્રો, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બેંક અને ડો. રેડ્ડીઝના શેરોના ભાવમાં 5.4-1.4 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    મિડકેપ શેરામાં નાલ્કો, આઇડીએફસી બેંક, સેઇલ, યુનાઇટેડ બ્રુઅરીઝ અને રિલાયન્સ પાવરના શેરોના ભાવમાં 8.4-5.3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે ઇન્ડિયન હોટેલ્સ, સીજી કન્ઝ્યુમર, જીએમઆર ઇન્ફ્રા, ડેવિસ લેબ અને અજંતા ફાર્માના શેરોના ભાવમાં 3.1-1 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં ઉત્તમ ગાલ્વા, જીએનએફસી, ઇન્ડો કાઉન્ટ, ઇસ્ટર ઇન્ડસ્ટ્રીઝ અને મોનેટ ઇસ્પાતના શેરોના ભાવમાં 16.5-7.8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે ઇઆઇએચ, ગેલેન્ટ ઇસ્પાત, ટ્રાઇજિન ટેક, મંગલમ સિમેન્ટ અને પ્રિઝમ સિમેન્ટના શેરોના ભાવમાં 11.5-6.7 ટકાનો વધારો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: BSE, Business, NSE, Share marcket, સેન્સેક્સ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन