Home /News /india /

શૅરબજારમાં તેજી, નિફ્ટી પ્રથમવાર 10600ની ઉપર બંધ

શૅરબજારમાં તેજી, નિફ્ટી પ્રથમવાર 10600ની ઉપર બંધ

શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 115 પૉઇન્ટનો ઉછાળો.

આજે બજારમાં અઠવાડિયાની શરૂઆત સારા મૂડ સાથે થઈ હતી. બજાર નવા શિખર પર બંધ થવામાં સફળ રહ્યું છે.  નિફ્ટી પહેલીવાર 10,600ની ઉપર બંધ રહ્યો છે, બીજી બાજુ સેન્સેક્સે પણ 200થી વધુ પૉઇન્ટની છલાંગ લગાવી હતી.
સેન્સેક્સ 34,350ની ઉપર બંધ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકા સુધીનો વધારો નોંધાયો છે. આજે નિફ્ટીએ 10,631.2નો નવો રેકોર્ડ બનાવ્યો હતો તો સેન્સેક્સ પણ 34,385.7 સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો.

મિડકૅપ અને સ્મોલકૅપ ઇન્ડેક્સ પણ નવા રેકોર્ડના સ્તરે પહોંચ્યો હતો. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ એક ટકાના વધારા સાથે 18,250ની નજીક બંધ રહ્યો છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ પણ એક ટકાની તેજી સાથે 21,720ની નજીક બંધ રહ્યો છે. બીએસઈનો સ્મોલકૅપ ઇન્ડેક્સ એક ટકા વધીને 19,900ની નજીક બંધ રહ્યો છે.

બજારમાં આજે ચારેબાજુ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. બૅન્ક નિફ્ટી 0.3 ટકાના ઉછાળા સાથે 25,676ની સપાટીએ બંધ છે. એના સિવાય ફાર્મા, મેટલ, ઓટો, આઇટી, એફએમસીજી, મેટલ, રિયલ્ટી અને કેપિટલ ગુડ્સ શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી.

બીએસઇના 30 શેરોવાળા અગ્રણી ઇન્ડેક્સ સેન્સેક્સ 198.94 પૉઇન્ટ એટલે 0.58 ટકાના ઉછાળો સાથે 34,352.79ની સપાટીએ બંધ રહ્યો હતો. એનએસઇના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 64.75 પૉઇન્ટ એટલે કે 0.61 ટકાની મજબૂતાઈ સાથે 10,623.60ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજનાં કામકાજમાં કોલ ઈન્ડિયા, લુપિન, ઈન્ફોસિસ, સન ફાર્મા, ઇન્ડિયાબુલ્સ હોઉસિંગ, એલ એન્ડ ટી અને હીરો મોટો 3.3-1.4 ટકાના સુધીના વધારા સાથે બંધ રહ્યા હતા. જોકે ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ, ઓએનજીસી, બીએચઈએલ, પાવર, એશિયન પેઇન્ટસ, ટાટા સ્ટીલ અને એસબીઆઈ 4.4-0.25 ટકા સુધીના ઘટાડા સાથે બંધ રહ્યા હતા

મિડકેપના શેરોમાં આઇડીએફસી બેંક, જિંદાલ સ્ટીલ, ઇન્ડિયન હોટલ્સ, વોકહાર્ટ અને એલ એન્ડ ટી ફાઇનાન્સ 8.8-4.9 ટકા સુધીના વધારા સાથે બંધ રહ્યા હતા. જોકે જીઈ ટીએન્ડટી ઇન્ડિયા, સીજી કન્ઝ્યુમર, બેન્ક ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈ બેંક અને નાલ્કો 2.25-1.1 ટકા સુધીના ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

સ્મોલકેપ શેરોમાં ફિલિપ્સ કાર્બન, રોયલ ઓર્કિડ, ઇઆઇએચ, પ્રીમિયર એક્સપ્લોઝિવ અને બાલજી એમિન્સ 20થી 14 ટકા ટકાના વધારા સાથે બંધ રહ્યા હતા. જોકે જીએમ બ્રુઅરીઝ, ઇન્ડો-નેશનલ, ફિનોટેક્સ કેમ, કેમલિન ફાઇન અને ન્યુટ્રાપ્લસ ઇન્ડિયા 6.6-5 ટકા સુધીના ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
First published:

Tags: BSE, Business, Nify, NSE, Share marcket

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन