Home /News /india /પ્રથમવાર નિફ્ટી 11,000 અને સેન્સેક્સ 36100ની ઉપર બંધ

પ્રથમવાર નિફ્ટી 11,000 અને સેન્સેક્સ 36100ની ઉપર બંધ

શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 115 પૉઇન્ટનો ઉછાળો.

    શેરબજારમાં નવા રેકોર્ડ બનવાનું સતત ચાલુ છે. સેન્સેક્સ અને નિફ્ટી નવા સ્તરે બંધ રહ્યા હતા. નિફ્ટીએ પહેલીવાર 11,000નો આંકડો ઓળંગ્યો હતો અને બંધ પર એના પર રહ્યો હતો. એવી જ રીતે સેન્સેક્સે પણ પહેલીવાર 36,000ની સપાટી વટાવી દીધી હતી અને એના પર બંધ રહ્યો હતો. આજે બેંક નિફ્ટી પણ નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો. નિફ્ટીએ 11,092.9નો નવો વિક્રમ સ્તર
    બનાવ્યો હતો, જ્યારે સેન્સેક્સે 36,170.83ની નવી સપાટી બનાવી હતી.

    મિડકેપ શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી હતી, જ્યારે આજે સ્મોલકેપના શેરોમાં થોડી નરમાઈ જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 1.1 ટકા ઊછળીને 18,079ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સ 1 ટકાના વધારા સાથે 21,732ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.2 ટકાની સહેજ વૃદ્ધિ સાથે 19,651ની સપાટીએ બંધ રહ્યો હતો.

    આજે મેટલ, બેન્કિંગ, આઇટી, ફાર્મા, કેપિટલ ગુડ્ઝ અને ઓઇલ-ગેસના શેરોમાં ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 1.3 ટકાની મજબૂતાઈ સાથે 27,391ના નવા વિક્રમ સ્તરે બંધ રહ્યો હતો. આજે બેન્ક નિફ્ટી 27.422ની નવી ઊંચાઈને સ્પર્શ્યો હતો. બીજી બાજુ, નિફ્ટીના મેટલ ઇન્ડેક્સમાં 4.1 ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં 4 ટકા, આઇટી ઈન્ડેક્સમાં 1.2 ટકા અને ફાર્મા ઇન્ડેક્સમાં 1.2 ટકાનો વધારો નોંધાયો હતો. બીએસઈ કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં 0.7 ટકાનો અને ઓઇલ-ગેસ ઇન્ડેક્સમાં લગભગ 2 ટકાનો વધારો નોંધાયો હતો. જોકે આજે મીડિયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં દબાણ જોવા મળ્યું હતું.આજે મીડિયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં દબાણ જોવા મળ્યું હતું.

    બીએસઇના 30 શેરવાળો સેન્સેક્સ 341.97 પૉઇન્ટ અથવા 0.96 ટકાના વધારા સાથે 36,139.98 પર બંધ રહ્યો હતો, જ્યારે એનએસઇનો 50 શેરવાળો ઇન્ડેક્સ નિફ્ટી 117.50 પોઇન્ટ અથવા 1.07 ટકાના વધારા સાથે 11,083.70 પર બંધ રહ્યો હતો.

    આજે વેદાંતા, હિન્દાલ્કો, આઇઓસી, એસબીઆઇ, ટાટા સ્ટીલ, સિપ્લા, ઓએનજીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક અને કોલ ઇન્ડિયાના શેરોના ભાવમાં 5.1-3 ટકાનો વધારો નોંધાયો હતો. જોકે અંબુજા સિમેન્ટ, આઇશર મોટર્સ, વિપ્રો, જી એન્ટરટેઇનમેન્ટ, એચપીસીએલ, ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી બેન્ક અને ટીસીએસના શેરોના ભાવમાં 2.2-0.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં જિંદાલ સ્ટીલ, બાયોકોન, હેવેલ્સ ઇન્ડિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ અને સેઇલના શેરોના ભાવમાં 10.3-4.6 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. જોકે કાંસાઈ નેરોલેક, બેયર ક્રોપ, ટોરન્ટ પાવર, એપોલો હોસ્પિટલ અને વ્હર્લપૂલના શેરોના ભાવમાં 3.1-1.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. છે.

    સ્મોલકેપ શેરોમાં વેંકિજ, ડેલ્ટા કોર્પ, ઇન્દ્રપ્રસ્થ, સોમ ડિસ્ટિલરીઝ અને થિમિસ ઑફ મેડિકેરના શેરોના ભાવમાં 11.8-7.7 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે રેલિસ ઈન્ડિયા, કેનફિન હોમ્સ, શ્રી અધિકારી બ્રધર્સ, જીઇ શિપિંગ, ફ્યુચર એન્ટરપ્રાઈઝીસ ડીવીઆરના શેરોના ભાવમાં 7.1-4.4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: BSE, Business, NSE, Share market, નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन