Home /News /india /

નિફ્ટી 10632 પર બંધ, સેન્સેક્સમાં 10 પૉઈન્ટનો ઘટાડો

નિફ્ટી 10632 પર બંધ, સેન્સેક્સમાં 10 પૉઈન્ટનો ઘટાડો

સેન્સેક્સમાં 21 પૉઇન્ટ અને નિફ્ટીમાં 16 પૉઇન્ટનો ઘટાડો.

સતત સાતત્યપૂર્ણ એક પછી એક વિક્રમ કર્યા બાદ આજે બજારમાં મર્યાદિત પ્રમાણમાં કામકાજ જોવા મળ્યાં હતાં. જોકે નિફ્ટી 10,600ની ઉપર રહેવા રહેવામાં સફળ રહ્યો હતો. આજે બેંક નિફ્ટી અને મિડકેપ શેરોએ બજારમાં દબાણ ઊભું કર્યું છે, પરંતુ 100 ટકા FDIની મંજૂરીના અહેવાલ આવ્યા બાદ સિંગલ બ્રાંડ રિટેલ સંબંધિત શેરોમાં ખરીદી જોવા મળી હતી. આજે નિફ્ટી
10,655.5 સુધી પહોંચવામાં સફ્ળ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 34,566ની સપાટી સુધી ગયો હતો. છેલ્લે, સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ બંધ રહ્યા હતા.

આજે મિડકેપ અને સ્મોલકેપના શેરોમાં સહેજ દબાણ જોવા મળ્યું હતું. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.3 ટકા ઘટી બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીનો મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.15 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

બૅન્કિંગ, ઓટો, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સન અને કેપિટલ ગુડ્સના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 0.3 ટકા સુધી ઘટીને 25,617ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીના પીએસયુ બેંક ઇન્ડેક્સમાં 1.4 ટકા, ઓટો ઇન્ડેક્સમાં 0.7 ટકા અને ફાર્મા ઇન્ડેક્સમાં 0.25 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. બીએસઇના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં 0.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં 0.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે આઇટી અને રિયલ્ટી શેરોમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટીનો આઇટી ઇન્ડેક્સ 2.25 ટકા સુધી વધીને બંધ રહ્યો હતો.

બીએસઇ 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 10.12 પૉઈન્ટના ઘટાડા સાથે 34,433.07ની સપાટી બંધ રહ્યો હતો. એનએસઇનો 50 શેરવાળો ઇન્ડેક્સ નિફ્ટી 4.80 પૉઈન્ટના ઘટાડા સાથે 10,632.20ની સપાટી બંધ રહ્યો હતો.

આજે દિવસ દરમિયાન થયેલાં કામકાજમાં આઇશર મોટર્સ, એનટીપીસી, યુપીએલ, એશિયન પેઇન્સ, ડો રેડ્ડીઝ, ટાટા મોટર્સ ડીવીઆર અને બજાજ ઓટોના શેરોના ભાવમાં 1.75-1.1 ટકા સુધીનો ઘટાડો થયો હતો, જોકે ટીસીએસ, વિપ્રો, બીએચઇએલ ભેલ, એચસીએલ ટેક, એચપીસીએલ, ટેક મહિન્દ્રા, કોલ ઇન્ડિયા અને અદાણી પોર્ટ્સના શેરોના ભાવમાં 3.6-1 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

મિડકેપ શેરોમાં પેજ ઇન્ડસ્ટ્રીઝ, જીઇ ટીએન્ડટી ઈન્ડિયા, બેન્ક ઓફ ઇન્ડિયા, કેનરા બેન્ક અને 3એમ ઇન્ડિયાના શેરોના ભાવમાં 5.15-2.3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જોકે કન્ટેનર કોર્પ, એલ્કેમ લેબ, જિંદાલ સ્ટીલ, જીએમઆર ઇન્ફ્રા અને ઓબેરોય રિયલિટીના શેરોના ભાવમાં 6.8-4.1 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

સ્મોલકેપ શેરોમાં સુબ્રોસ, ન્યૂટ્રાપ્લસ ઈન્ડિયા, વિડિયોકોન, ઓર્કિડ ફાર્મા અને પિનકોન સ્પિરિટના શેરોના ભાવમાં 5.5-4.8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જોકે સોમ ડિસ્ટિલરીઝ, ટિનપ્લેટ, અબાન ઓફફશોર, ટાટા સ્પૉન્જ અને એક્સેલ ક્રોપના શેરોના ભાવમાં 20થી 12 ટકા વધારો નોંધાયો હતો.
First published:

Tags: BSE, NSE, Share marcket, નિફ્ટી, સેન્સેક્સ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन