Home /News /india /

શૅરબજારમાં તેજી, નિફ્ટી પ્રથમ વખત 10700ની ઉપર બંધ

શૅરબજારમાં તેજી, નિફ્ટી પ્રથમ વખત 10700ની ઉપર બંધ

સેન્સેક્સમાં 318 પૉઇન્ટ અને નિફ્ટીમાં 88 પૉઇન્ટનો ઉછાળો.

    આજે બજારમાં ખૂબ જ સૌથી સારી શરૂઆત થઈ હતી. બજાર ખૂલતાંની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીએ સૌથી ઝડપથી નવા વિક્રમ સ્થાપ્યા હતા. બજારમાં તેજી સાથે સેન્સેક્સ 35,000ની પાસે તેમજ નિફ્ટી 10,800ની પાસે પહોંચવામાં સફળ રહ્યા હતા. આજે નિફ્ટીએ 10,782.65ના નવા સ્તરને સ્પર્શ કર્યો હતો, જ્યારે સેન્સેક્સ 34,963.69ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લે,
    સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાની વૃદ્ધિ સાથે બંધ રહ્યા હતા.

    આજે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં કોઈ ઉત્સાહ જણાતો નહોતો. બીએસઈના મિડકેપ ઇન્ડેક્સ ફ્લેટ સ્તરે થઈને 18,129 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ પણ ફ્લેટ સ્તરે થઈ 21,700ની પાસે બંધ રહ્યો હતો. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સ 0.25 ટકાના વધારા સાથે 20,047ની સપાટીએ બંધ રહ્યો હતો.

    આજે ખાનગી બેન્કો, નાણાકીય સર્વિસીઝ, મીડિયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 1.25 ટકાના વધારા સાથે પહેલીવાર 26,000ની સપાટીથી ઉપર બંધ રહ્યો હતો. જોકે ઓટો, આઇટી, ફાર્મા, ઓઇલ-ગેસ અને કેપિટલ ગુડ્સના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

    બીએસઇનો 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 251.12 પૉઈન્ટ અથવા 0.73 ટકાના વધારા સાથે 34843.51 પર બંધ રહ્યો હતો, એનએસઇનો 50 શેરવાળો નિફ્ટી ઇન્ડેક્સ 60.30 પૉઈન્ટ અથવા 0.56 ટકાના વધારા સાથે ઘટીને 10,741.55 પર બંધ રહ્યો હતો.

    આજે એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, અંબુજા સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, જી એન્ટરટેઇનમેન્ટ, ટાટા સ્ટીલ,એચડીએફસી બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કના શેરોના ભાવમાં 6.3થી 1.4 ટકાનો વધારો નોંધાયો હતો. જોકે ટાટા મોટર્સ ડીવીઆર, ગેઇલ, આઇશર મોટર્સ, ઓએનજીસી, બજાજ ફાઇનાન્સ, એચસીએલ ટેક, હીરો મોટો, ઇન્ડસઇન્ડ બેન્ક અને યસ બેન્કના શેરોના ભાવમાં 2.4-1.4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં જીએમઆર ઇન્ફ્રા, એકસાઇડ ઇન્ડસ્ટ્રીઝ, નાલ્કો, રાજેશ એક્સપોર્ટ્સ અને રિલાયન્સ કેપિટલના શેરોના ભાવમાં 5-2.9 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે આઇડીએફસી બેન્ક, આદિત્ય બિરલા ફેશન, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ઓબેરોય રિયલ્ટી અને મેક્સ ફાઇનાન્શિયલના શેરોના ભાવમાં 5-2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં મર્ક, પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ, હેથવે કેબલ અને લા ઓપાલાના શેરોના ભાવમાં 20-14.7 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે જેપી ઇન્ફ્રા, આરપીજી લાઇફ, જેન ટેક, સોલ્જર ઇલેક્ટ્રો અને સિટી નેટવર્ક્સના શેરોમાં 10થી 5.1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: BSE, Business, NSE, Share marcket, સેન્સેક્સ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन