Home /News /india /

નવું વર્ષ ઇક્વિટી માર્કેટ માટે પૉઝિટિવ રહેવાની ધારણા

નવું વર્ષ ઇક્વિટી માર્કેટ માટે પૉઝિટિવ રહેવાની ધારણા

સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ બંધ.

નોટબંધી અને ડિમોનિટાઇઝેશન ભારતીય શેરબજાર માટે વરદાનરૂપ સાબિત થયું હતું.

વીતેલું 2017નું વર્ષ બજાર માટે એકંદરે સારું રહ્યું હતું. GSTનો અમલ ટૂંકા ગાળાનું નેગેટિવ પરિબળ બન્યું છતાં નોટબંધી અને ડિમોનિટાઇઝેશન ભારતીય શેરબજાર માટે વરદાનરૂપ સાબિત થયું હતું. નોટબંધીને કારણે પૂષ્કળ નાણું સ્થાનિક ફંડો, મ્યુચ્યુઅલ ફંડો મારફત શેરબજારમાં ઠલવાતાં વર્ષ દરમિયાન અવિરત તેજીનો પ્રવાહ જોવા મળ્યો હતો.

સેન્સેક્સ 2017માં 7430.30 પૉઇન્ટ અથવા 27.91 ટકાના ઉછાળા સાથે 34056.83ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો, જે 30મી ડિસેમ્બર 2016ના રોજ 26.626.46ની સપાટીએ હતો. જ્યારે નિફ્ટી સ્પોટ 2344.90 પૉઇન્ટ અથવા 28.64 ટકાના ઉછાળા સાથે 10530.70ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો, જે 30 ડિસેમ્બર 2016ના રોજ 23490ની સપાટીએ હતો.

વર્ષ 2018માં તેજીનો ઇતિહાસ રચાવાની શક્યતા રહેલી છે. જાન્યુઆરીમાં રજૂ થનારાં કોર્પોરેટ પરિણામો સારાં રહેવાથી બજારમાં આક્રમક તેજીની શક્યતા દેખાય છે. 2018ના વર્ષ દરમિયાન સેન્સેક્સ 40,000ની સપાટી તેમ જ નિફ્ટી 12,500ની સપાટીને સ્પર્શે તો નવાઈ નહિ, પણ સાથે સાથે કેટલાંક જોખમી પરિબળો બજારને નીચે પણ લઈ જઈ શકે છે. નવા વર્ષમાં કર્ણાટક, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવાં રાજ્યોની વિધાનસભા ચૂંટણીના સમયે બજારમાં સાવચેતી આવશે તેમ જ અફરાતફરીનો માહોલ સર્જાશે. હવે સૌથી મહત્ત્વની બાબત ફેબ્રુઆરીમાં રજૂ થનારું કેન્દ્રીય બજેટ પર સૌની નજર રહેશે.
First published:

Tags: BSE, Business, NSE, Share marcket, સેન્સેક્સ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन