ઉજ્જૈન મહાકાલ મંદિરમાં મોડલે કર્યો ડાન્સ, વીડિયો વાયરલ

આ મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.

News18 Gujarati
Updated: September 7, 2018, 3:19 PM IST
ઉજ્જૈન મહાકાલ મંદિરમાં મોડલે કર્યો ડાન્સ, વીડિયો વાયરલ
આ મંદિરમાં કેમેરા કે મોબાઇલ લઇ નથી જવાતો
News18 Gujarati
Updated: September 7, 2018, 3:19 PM IST
ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિર ભગવાન શિવના પવિત્ર સ્થળોમાંનું એક માનવામાં આવે છે. આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ હોય છે. હવે આ મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી મંદિર પરિસરમાં ડાન્સ કરતી દેખાઇ રહી છે. જે પછી એની ધણી આલોચના પણ થઇ રહી છે.

મંદિર સાથે જોડાયેલ આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે સફેદ સાડી પહેરીને એક છોકરી મંદિરમાં ડાંસ અને મસ્તી કરી રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે માનવામાં આવે છે કે આ છોકરી મુંબઇની એક મોડલ છે. જેનું નામ નંદિની કુરીલ છે. છોકરીએ જાતે જ આ વીડિયો સોશિયલ મીડિયાની સાઇટ પર અપલોડ કર્યો છે. જ્યારે આની પર બબાલ ચાલી થઇ તો છોકરીએ તેના ડાન્સને ડિલીટ કરી દીધો હતો.વિચારવા જેવી વાત છે કે આ મંદિરમાં કોઇ કેમેરા કે મોબાઇલ લઇ નથી જવાતો. પરંતુ આ વીડિયો સામે આવ્યા પછી મંદિરની સતર્કતા અને સુરક્ષા પર પણ સવાલ થઇ રહ્યાં છે. જ્યારે આ મામલામાં મંદિરનું તંત્ર પણ કંઇ બોલવા તૈયાર નથી.
First published: September 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...