મુંબઈ: ચેમ્બુરના બહુમાળી એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, 5નાં મોત

મુંબઈ: ચેમ્બુરના બહુમાળી એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, 5નાં મોત
આ આગ ગણેશ ગાર્ડન પાસે ચેમ્બુરની સરગમ સોસાયટીના 14માં માળે સાંજે લાગી

આ આગ ગણેશ ગાર્ડન પાસે ચેમ્બુરની સરગમ સોસાયટીના 14માં માળે સાંજે લાગી

 • Share this:
  મુંબઈના તિલકનગરની એક રહેણાક વિસ્તારની ઇમારતમાં ભીષણ આગ લાગી છે. આગના કારણે પાંચ લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવવા માટે પાંચ ફાયર બ્રિગેડની ગાડી અને ચાર પાણીના ટેન્કર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હજુ ઘણા લોકો અંદર ફસાયા હોવાની માહિતી છે. તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલું છે.

  આ આગમાં 5 લોકોના મોત થયા છે જેમાં ચાર બધા સીનિયર સિટીઝન છે. ત્રણની ઓળખ થઈ છે તેમાંસુનીતા જોષી (72), બાલચંદ્ર જોષી (72) અને સુમન શ્રીનિવાસ જોષી (83)નો સમાવેશ થાય છે.  આ આગ ગણેશ ગાર્ડન પાસે ચેમ્બુરની સરગમ સોસાયટીના 14માં માળે સાંજે 7.51 કલાકે લાગી હતી. અધિકારીઓ તેને લેવલ-3  સ્તરની ગંભીર આગ જાહેર કરી છે. આગ કયા કારણોસર લાગી તેનું કારણ સામે આવ્યું નથી.

  છેલ્લા ચાર દિવસમાં મુંબઈમાં ચોથો મેજર આગ લાગવાનો બનાવ બન્યો છે. રવિવારે આગ લાગવાની બે ઘટના સામે આવી હતી. ખારમાં સવારે ગ્રાઉન્ડ પ્લસ સાત ન્યૂ બ્યુટી સેન્ટરમાં આગ લાગી હતી. આ પછી સાંજે કાંદિવલીના દામુ નગરની એક કપડા ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાના કારણે કપડાની ફેક્ટરીનો એક બીમ પડતા ચાર લોકોના મોત થયા હતા.
  Published by:Ashish Goyal
  First published:December 27, 2018, 21:13 pm

  ટૉપ ન્યૂઝ