મુંબઈઃ CST રેલવે સ્ટેશન પાસે ફૂટઓવર બ્રિજ ધરાશાયી, 5 લોકોનાં મોત

મુંબઈઃ CST રેલવે સ્ટેશન પાસે ફૂટઓવર બ્રિજ ધરાશાયી

આ બ્રિજ 30 વર્ષથી પણ જૂનો, કાટમાળમાંથી દબાયેલા બધા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા

 • Share this:
  મુંબઈમાં CST રેલવે સ્ટેશન પાસે ફૂટઓવર બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનામાં 5 વ્યક્તિના મોત થયા છે. 36 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. જેમાં 4 થી 5 લોકો ગંભીર રુપથી ઈજાગ્રસ્ત હોવાની માહિતી છે. કાટમાળમાંથી દબાયેલા બધા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.

  આ ઘટના સીએસટી રેલવે સ્ટેશનની બહાર બની છે. બચાવ અને રાહતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ અને રેલવેના અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

  મુંબઈના ફુટ ઓવરબ્રિજ ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીડિત પરિવારોના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે મારી પ્રાર્થના છે કે ઈજાગ્રસ્ત લોકો જલ્દીથી ઠીક થઈ જાય. મહારાષ્ટ્ર સરકાર પ્રભાવિત લોકોની દરેક સંભવ સહાયતા પ્રદાન કરી રહી છે.  આ ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ઘટનાને સાંભળી પીડા થઈ છે. મામલે બીએમસી કમિશશ્નર અને મુંબઈ પોલીસના અધિકારીઓ સાથે વાત કરી. રેલવે મંત્રાલયના અધિકારીઓ સાથે રાહત કાર્ય જારી છે.

  બીએમસીએ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે
  1916
  9833806409
  022-22621855
  022-22621955

  આ બ્રિજ લગભગ 60 ટકા ધરાશાયી થયો છે. આ બ્રિજ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકને જોડવાનું કામ કરે છે. મુંબઈ પોલીસના મતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સમયે ઘણા લોકો બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા.

  નજરે જોનાર લોકોના મતે આ દૂર્ઘટના બની ત્યારે બ્રિજની નીચે ઘણા લોકો અને વાહનો હતો. જેથી પુલના કાળમાળમાં ઘણા લોકો દબાયા હોવાની આશંકા છે. આ સંભાવના જોતા એનડીઆરએફ અને પોલીસની ટીમ જલ્દીથી જલ્દી લોકોને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહી છે.

  આ બ્રિજ 30 વર્ષથી પણ જૂનો છે. કાટમાળ હટાવવાનું કામ ચાલું છે. ફૂટ ઓવર બ્રિજ કેવી રીતે પડ્યો તે બાબતે તપાસ શરુ કરી દેવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published: