મુંબઈ બ્રિજ ધરાશાયી મામલો, BMCએ ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા

મુંબઈ બ્રિજ ધરાશાયી મામલો, BMCએ ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા

14 માર્ચની સાંજે સીએસટી રેલવે સ્ટેસન પાસે એક ફૂટઓવર બ્રિજ ધરાશાયી થયો હતો, આ દૂર્ઘટનામાં 6 લોકોના મોત થયા હતા

 • Share this:
  મુંબઈના સીએસટી રેલવે સ્ટેશન પાસે ફૂટઓવર બ્રિજ ધરાશાયી મામલામાં બીએમસીએ કાર્યવાહી કરતા ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કરી દીધા છે. બીએમસી તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ફૂટઓવર બ્રિજ મામલામાં ચીફ એન્જિનિયર (રોડ) એ આર પાટિલ, ચીફ એન્જિનિયર એસ.એ.કોરી, ડિપ્ટી એન્જિનિયર આર બી તારે, આસિસટન્ટ એન્જિયનિયર એ એફ કકુલતેને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે દેસાઈ કંપની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી છે.

  ઉલ્લેખનીય છે કે 14 માર્ચની સાંજે સીએસટી રેલવે સ્ટેસન પાસે એક ફૂટઓવર બ્રિજ ધરાશાયી થયો હતો. આ દૂર્ઘટનામાં 6 લોકોના મોત થયા હતા. જેમાં 3 મહિલાઓ સામેલ હતી. જ્યારે 33 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

  આ પણ વાંચો - CST ઓવરબ્રિજ દુર્ઘટના: મુંબઈમાં એક વર્ષમાં આ બીજી મોટી ઘટના, જવાબદાર કોણ?

  રિપોર્ટ પ્રમાણે ઓડિટ પછી બીએમસીને થોડોક સુધારો કરવા કહ્યું હતું. જોકે તેને ઠીક કરવામાં આવ્યો ન હતો. એમ પણ કહેવાઈ રહ્યું છે કે પુલના ગાર્ડર પાસે કાટ લાગ્યો હતો આ કારણે પુલ ધરાશાયી થયો હતો.

  આ દૂર્ઘટના પછી મહારાષ્ટ્ર સરકારે એક ઉચ્ચ સ્તરીય તપાસની ભલામણ કરી હતી. આ મામલે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 304 એ પ્રમાણે મધ્ય રેલવે અને બીએમસીના સંબંધિત અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
  Published by:Ashish Goyal
  First published: