મુંબઈ: MTNLની બિલ્ડિંગમાં આગ, બધા લોકોને બચાવી લેવાયા

મુંબઈ: MTNLની બિલ્ડિંગમાં આગ, બધા લોકોને બચાવી લેવાયા
મુંબઈ: MTNLની બિલ્ડિંગમાં આગ

બિલ્ડિંગમાં 100થી વધારે લોકો ફસાયા હતા

 • Share this:
  મુંબઈના બાંદ્રામાં એક નવ માળની બિલ્ડીંગમાં આગ લાગી છે. આ બિલ્ડિંગ એમટીએનએલની છે. બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળે આગ લાગી છે. આગની ઘટનાના કારણે ફાયરબ્રિગેડની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બધા લોકોને બચાવી લીધા હતા. બિલ્ડિંગમાં 100થી વધારે લોકો ફસાયા હતા, જેમાં બધાને ફાયરબ્રિગેડે સુરક્ષિત બહાર કાઢ્યા છે. બચાવકાર્યમાં ફાયરબ્રિગેડના બે અધિકારી ઇજાગ્રસ્ત થયા હતા.

  આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોય તેવી વાત હાલ સામે આવી રહી છે. મળેલી જાણકારી પ્રમાણે આગ બપોરે લાગી હતી. આગની સૂચના મળતા જ 15 મિનિટમાં ફાયરબ્રિગ્રેડની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ એટલી ભયાનક છે કે દૂરથી જોરદાર ધુમાડો જોવા મળી રહ્યો હતો.

  મળેલી જાણકારી પ્રમાણે બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે લોકો ઓફિસમાં હતા. આગ લાગતા ભાગદોડ થઈ હતી. પવન વધારે હોવાથી આગને ઓલવવામાં મુશ્કેવી આવી રહી છે. બાજુની બિલ્ડિંગમાંથી સીડી ચડીને લોકોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બિલ્ડીંગની લિફ્ટ બંધ કરી દેવામાં આવી છે.

  આગ ત્રીજા અને ચોથા માળે લગી હતી પણ આગ હવે પાંચમાં માળ સુધી પહોંચી ગઈ હતી. લોકો બારી પાસે ઉભા રહીને બચાવો-બચાવોની બુમો પાડતા જોવા મળ્યા હતા.
  First published:July 22, 2019, 16:58 pm