Home /News /india /

મુંબઈ ATS વડા હેમંત કરકરેને તેના કર્મોની સજા મળી: સાધ્વી પ્રજ્ઞા

મુંબઈ ATS વડા હેમંત કરકરેને તેના કર્મોની સજા મળી: સાધ્વી પ્રજ્ઞા

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મુંબઇ હુમલામાં શહીદ થયેલા એટીએસ ચીફ હેમંત કરકરેને લઇને અત્યંત વિવાદિત નિવેદન આપ્યું છે.

પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, "કરકરે એ માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં મને ખોટી રીતે ફસાવી હતી, મે તેમને કહ્યું હતું તે તમારો વંશ પુરો થઇ જશે, તેઓ પોતાના કર્મોના કારણે મર્યા છે.

    ન્યૂઝ18 ગુજરાતી : મધ્ય પ્રદેશમાં ભોપાલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ દિગ્વિજયસિંહ સામે ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મુંબઇ હુમલામાં શહીદ થયેલા એટીએસ ચીફ હેમંત કરકરેને લઇને અત્યંત વિવાદિત નિવેદન આપ્યું છે. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, "કરકરે એ માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં મને ખોટી રીતે ફસાવી હતી, મે તેમને કહ્યું હતું તે તમારો વંશ પુરો થઇ જશે, તેઓ પોતાના કર્મોના કારણે મર્યા છે. આ પછીના માત્ર 45 દિવસમાં જ આંતંકીઓએ તેમનો અંત આણ્યો"

    ભોપાલ બેઠકથી ટિકિટ મળ્યા બાદ સાધ્વી પ્રજ્ઞા ગુરૂવારે પહેલીવાર મીડિયા સામે આવ્યા હતા અને તેમણે આ ચૌંકાવનારુ નિવેદન આપ્યું છે. પ્રજ્ઞાએ આરોપ લગાવ્યો છે કે હેમંત કરકરેએ મારી સાથે દુરવ્યવહાર કર્યો અને ખોટી રીતે મને ફસાવી હતી.

    ભોપાલમાં માધ્યમો સાથેની વાતચીતમાં સાધ્વી પ્રજ્ઞાને કહ્યું હતું કે, "મુંબઈ એટીએસ મને 10 ઓક્ટોબર, 2008માં સુરત થી મુંબઈ લઇ ગઈ હતી. અહીં 13 મને બંધક બનાવી રાખી હતી. આ દરમિયાન એટીએસના પુરુષ કર્મચારીઓએ મને ભારે પીડા આપી હતી. પૂર્વ એટીએસ ચીફ હેમંત કરકરેને સન્યાસીઓનો શ્રાપ લાગ્યો અને મારા જેલવાસના 45 દિવસ બાદ જ તે 26/11 આતંકી હુમલાનો શિકાર બન્યા'

    એક સભામાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, "એક તપાસ અધિકારી જે સુરક્ષા આયગોનો સભ્ય પણ હતો તેણે હેમંત કરકરેને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે સાધ્વીને છોડી દો. પરંતુ હેમંત કરકરે કહ્યું કે હું કંઈપણ કરીશ પરંતુ પુરાવાઓ લાવીશ અને સાધ્વીને તો નહિ જ છોડું"

    માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જામીન ઉપર છૂટ્યા બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ અને એટીએસ ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા. સાધ્વીના આરોપ હતા કે કોંગ્રેસ દ્વારા તેને પૂર્ણ રીતે ખતમ કરી નાખવાનું કાવતરું રચવામાં આવ્યું હતું। સાધ્વીને ખુબ ત્રાસ આપવા માટે સાધ્વીએ એટીએસ ઉપર આરોપ લગાવ્યો હતો'

    ઉલ્લેખનીય છે કે, 2008માં 26/11માં મુંબઈ હુમલામાં 166 લોકો ઉપરાંત આતંકવાદીઓની ગોળીથી મુંબઈ એટીએસ ચીફ હેમંત કરકરે, એસીપી અશોક કામ્ટે અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વિજય સાલસ્કર સહીત 17 પોલીસ કર્મચારીઓ પણ શહીદ થઇ ગયા હતા
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Hemant Karkare, Sadhvi pragya thakur, ભાજપ, ભોપાલ, મુંબઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन