મુંબઇમાં ચાર માળનું બિલ્ડિંગ ધરાશાયી, 12 લોકોનાં મોત

News18 Gujarati
Updated: July 16, 2019, 3:30 PM IST
મુંબઇમાં ચાર માળનું બિલ્ડિંગ ધરાશાયી, 12 લોકોનાં મોત
આજે સવારે 11 વાગીને 40 મિનિટે આ ઘટના ઘટી હતી.

આજે સવારે 11 વાગીને 40 મિનિટે આ ઘટના ઘટી હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : મુંબઈનાં ડોંગરી વિસ્તારમાં એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ છે. આ ચાર માળની બિલ્ડીંગ ધરાશાયી થવાને કારણે આશરે 50 જેટલા લોકો અંદર ફસાયા હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનાની માહિતી મળતાની સાથે રાહત તથા બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. આ દુર્ઘટનામાં 12 લોકોનાં સમાચાર મળી રહ્યાં છે જ્યારે 5 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યાં છે.

ફાયર બ્રિગેડ ઉપરાંત એમ્બ્યુલન્સ અને એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. જેસીબી દ્વારા આ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. આ બધી ટીમો ઉપરાંત સ્થાનિકો પણ મદદે આવ્યાં છે. આ વિસ્તારમાં આવેલા રસ્તાઓ ઘણાં જ સાંકડા હોવાનાં કારણે રાહત કામમાં મુશ્કેલી પડી રહી છે.

બીએમસીનાં જણાવ્યાં પ્રમાણે આજે સવારે 11 વાગીને 48 મિનિટે આ ઘટના ઘટી હતી. ડોંગરીનાં ટાંડેલ ગલીમાં કેસરબાઇ નામની બિલ્ડિંગનો અડધો ભાગ પડી ગયો હતો. આ બિલ્ડિંગ અબ્દુલ હમીદ શાહ દરગાહની પાછળ છે અને ઘણી જ જૂની છે.મળતી માહિતી પ્રમાણે બીએમસીએ આ બિલ્ડિંગને પહેલા નોટિસ આપી હતી. આ ઘણી જ જૂની અને જર્જરિત બિલ્ડિંગ હતી.જાણવા મળી રહ્યું છે કે આ બિલ્ડિંગ અચાનક નીચે પડી ગઇ હતી. આ બિલ્ડીંગ પડવાનું કારણ સતત થઇ રહ્યાં વરસાદને માનવામાં આવી રહ્યું છે.
First published: July 16, 2019
વધુ વાંચો
अगली ख़बर