લોકસભા ચૂંટણી 2019 : મુલાયમસિંહ કેમ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી ફરી બને પીએમ?

લોકસભા ચૂંટણી 2019 : મુલાયમ સિંહ કેમ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી ફરી બને પીએમ?

16મી લોકસભાની અંતિમ બેઠકમાં સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવે લોકસભામાં કહ્યું હતું કે તેમની ઇચ્છા છે કે નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બને

 • Share this:
  16મી લોકસભાની અંતિમ બેઠકમાં સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવે લોકસભામાં કહ્યું હતું કે તેમની ઇચ્છા છે કે નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બને. તેમણે હંમેશા બધાની મદદ કરી છે. તે ઇચ્છે છે કે એનડીએના બધા સાંસદ ફરીથી જીતીને આવે. મુલાયમ સિંહના આ નિવેદન પછી યૂપીનું રાજકારણ ગરમાય તેવી સંભાવના છે. ચૂંટણીના મોસમમાં જ્યાં એક તરફ બીજેપી આ નિવેદનને પોતાના પક્ષમાં માહોલ બનાવવા માટે કરી શકે છે. બીજી તરફ સમાજવાદી પાર્ટી માટે આ નિવેદનની ટિકા કરવી અને ફગાવવું આસાન રહેશે નહીં.

  ન્યૂઝ 18 યૂપીના એક્ઝિક્યુટિવ એડિટર અમિતાભ અગ્નિહોત્રીનું કહેવું છે કે આ 16મી લોકસભાનો અંતિમ દિવસ સરકારને શુભકામના આપનાર સ્પીચ હતી પણ યૂપીમાં આ સમાજવાદી પાર્ટી માટે અસમંજસની સ્થિતિ જરુર ઉભી કરશે. કારણ કે મુલાયમ સપામાં પિતાતુલ્ય છે અને તેમની વાત ના કોઈ કાપી શકે છે અને ના કોઈ તેની નિંદા કરી શકે છે.

  આ પણ વાંચો - મુલાયમ સિંહે લોકસભામાં PM મોદીના કર્યા વખાણ, કહ્યું - તમે ફરી બનો PM

  બીજી તરફ ન્યૂઝ 18 યૂપીના મનમોહન રાય કહે છે કે મુલાયમ સિંહ સમય-સમયે અજીબોગરીબ નિવેદન માટે ઓળખાયછે. જે ફક્ત પાર્ટી માટે જ નહીં પણ તેમના વરિષ્ઠ સહયોગીઓને પણ અસમંજસમાં મુકી દે છે.

  એ વાત સાચી છે કે મુલાયમ સિંહ યાદવ એક જામેલા રાજનેતા છે. તે જનતાની નાળને જાણે છે. બની શકે કે તેમને લાગ્યું હોય કે આજે પણ બીજેપી એવી સ્થિતિમાં છે કે તે મજબુતીથી ચૂંટણી લડશે. જોકે એ વાત સાચી છે કે આ ભાષણ લોકસભામાં અંતિમ દિવસે તેમના દ્વારા આપવામાં આવેલ ધન્યવાદ ભાષણનો ભાગ હતું. તેથી તેને પોલિટિકલ સ્ટેટમેન્ટ ન સમજવું જોઈએ. જોકે આ નિવેદનનો ચૂંટણીમાં ઘણો ઉપયોગ થશે.

  આ પણ વાંચો - મને અહીં આવીને ખબર પડી કે ગળે મળવું અને ગળે પડવું માં શું ફેર હોય છે: પીએમ મોદી

  આ નિવેદન પર સપાના પ્રવક્તા અને એમએલસી સુનિલ સિંહ સાજને કહ્યું હતું કે જે નેતા જી (મુલાયમ)એ કહ્યું છે તે લોકસભાના અંતિમ દિવસે થનાર ભારતીય સંસદની પરંપરાનો ભાગ હતી. તેને ક્યારેય પોલિટિકલ નજરથી જોવી જોઈએ નહીં. ચૂંટણીમાં જતા પહેલા બધા સભ્યો એકબીજાને શુભકામના પાઠવે છે. તે નેતાજીએ કર્યું છે. તેમણે ચૂંટણીમાં મોદી જી ને શુભકામના પાઠવી છે.

  બીજી તરફ બીજેપી એમએલસી વિજય બહાદુર પાઠકે કહ્યું હતું કે તે દરેક એ નિવેદનનું સ્વાગત કરે છે જે મોદીને ફરી પીએમ જોવા માંગે છે. મુલાયમ સિંહનું આ નિવેદન પાર્ટીને પ્રેરિત કરશે.
  Published by:Ashish Goyal
  First published: