આવું છે આકાશ અંબાણીના લગ્નનું કાર્ડ, જુઓ VIDEO

સિદ્ધિ વિનાયક મંદિરમાં વેડિંગ કાર્ડ આપવા માટે મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણી પણ પહોંચ્યા હતા

સિદ્ધિ વિનાયક મંદિરમાં વેડિંગ કાર્ડ આપવા માટે મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણી પણ પહોંચ્યા હતા

 • Share this:
  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન માર્ચ મહિનામાં શ્લોકા મહેતા સાથે થશે. પરિવાર તરફથી પ્રથમ આમંત્રણ ભગવાન સિદ્ધિ વિનાયકને આપવામાં આવ્યું હતું. સિદ્ધિ વિનાયક મંદિરમાં વેડિંગ કાર્ડ આપવા માટે મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણી પણ પહોંચ્યા હતા.

  તમને બતાવીએ છીએ કે આકાશ અંબાણીનું લગ્નનું વેડિંગ કાર્ડ કેવું છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તમને વેડિંગ કાર્ડની ઝલક જોવા મળે છે.  આકાશ અને શ્લોકાની સગાઈ 28 જૂન 2018ના રોજ થઈ હતી. શ્લોકા હીરા વેપારી રસેલ મહેતાની પુત્રી છે. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અને શ્લોકા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણ્યા છે.

  આ પહેલા મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના લગ્ન ગત વર્ષે 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે થયા હતા. ગત વર્ષના આ સૌથી ચર્ચિત લગ્નમાં દેશના જ નહીં વિદેશમાંથી પણ ઘણા મહેમાન સામેલ થયા હતા.
  Published by:Ashish Goyal
  First published: