Home /News /india /

દેશના 99.9% લોકો પાસે 2019 સુધી હાઇ સ્પીડ ડેટા કનેક્ટિવિટી હશે : મુકેશ અંબાણી

દેશના 99.9% લોકો પાસે 2019 સુધી હાઇ સ્પીડ ડેટા કનેક્ટિવિટી હશે : મુકેશ અંબાણી

દેશના 99.9% લોકો પાસે 2019 સુધી હાઇ સ્પીડ ડેટા કનેક્ટિવિટી હશે : મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના સીએમડી મુકેશ અંબાણી દિલ્હીમાં આયોજીત મોબીકોમ 2018માં સામેલ થયા

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના સીએમડી મુકેશ અંબાણી દિલ્હીમાં આયોજીત મોબીકોમ 2018માં સામેલ થયા હતા. તેમણે કહ્યું હતું કે હું પુરા આત્મવિશ્વાસ સાથે કહી શકુ કે દુનિયામાં જો કોઈ સ્થાને ડિજીટાઇઝેશનની મદદથી દરેક દિવસે નવા ફેરફાર થઈ રહ્યા છે તો તે ભારત છે. ભારતની અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે અને આગામી કેટલાક વર્ષોમાં વધારે મજબૂત થશે.

    મુકેશ અંબાણીએ કહ્યું હતું કે આજનું ભારત કાલના ભારતથી ઘણું અલગ છે. આજનું ભારત યુવા ભારત છે. આજના યુવા ફાસ્ટ અને ટેક સેવી છે. ભારતની બીજી સૌથી મોટી તાકાત અહીનું લોકતંત્ર છે. ભારતના 99.9% લોકો પાસે 2019 સુધી હાઇ સ્પીડ ડેટા કનેક્ટિવિટી હશે.

    મુકેશ અંબાણીએ ઘણી સેવાઓને ડિજિટલ કરવા પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે ખેતી અને સ્વાસ્થ્ય સેવાને ડિજિટલ કરવાની જરુર છે. સરકારના પ્રયત્નો અને નીતિઓના કારણે દેશને ડિજિટલ કરવાની દિશામાં કામ કરવામાં આસાની થઈ છે. કૃષિને ડિજિટલ કરવા પર અમારી પ્રાથમિકતા છે.

    તેમણે કહ્યું હતું કે જ્યારે નારાયણ મૂર્તિએ ફોન કરીને રોહન મૂર્તિને મળવા માટે અને મોબીકોમ 2018માં કીનોટ સ્પિકર બનવા માટે કહ્યું તો હું ખુશી-ખુશી તૈયાર થઈ ગયો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Mobicom 2018, ભારત, મુકેશ અંબાણી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन