બાબરના વંશજે કહ્યું - રામ મંદિર બનશે તો પાયા માટે સોનાની ઇટ આપશે

News18 Gujarati
Updated: August 18, 2019, 5:40 PM IST
બાબરના વંશજે કહ્યું - રામ મંદિર બનશે તો પાયા માટે સોનાની ઇટ આપશે
બાબરના વંશજે કહ્યું - રામ મંદિર બનશે તો પાયા માટે સોનાની ઇટ આપશે

અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ જફરના વંશજ હબીબુદ્દીન તુસીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ઇચ્છા વ્યક્ત કરી

  • Share this:
અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ જફરના વંશજ હબીબુદ્દીન તુસીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ઇચ્છા વ્યક્ત કરી છે. તુસીએ કહ્યું હતું કે જો અયોધ્યામાં રામ મંદિર બનશે તો તેનો પરિવાર તેની પ્રથમ ઇટ રાખશે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું હતું કે અમે મંદિરના પાયા માટે સોનાની ઇટ દાનમાં આપીશું. હાલમાં જ તુસીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમને અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસનો પક્ષકાર બનાવવાની માંગણી કરી હતી. જોકે આ અરજીનો સ્વિકાર કરવામાં આવ્યો ન હતો.

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તુસીએ દાવો કર્યો છે કે જે રામ જન્મભૂમિને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેની માલિકાના હકના કાગળો કોઈ પણ પક્ષ પાસે નથી. આવા સમયે તેમણે કહ્યું છે કે મુગલ વંશના વંશજ હોવાના કારણે કોર્ટમાં પોતાની વાત કરવા માંગે છે. તુસીએ કહ્યું હતું કે તે માંગણી કરે છે કે ફક્ત એક જ વાર ભલે પણ કોર્ટ તેને સાંભળે. કોર્ટ સામે પોતાના વિચાર રાખવા માંગે છે.

આ પણ વાંચો - UNSCમાંથી ઝટકો લાગ્યો તો ઇમરાને દુનિયાને બતાવ્યો ભારતના પરમાણુ બોમ્બનો ડર

તુસીએ કહ્યું હતું કે 1529માં પ્રથમ મુગલ શાસક બાબરે પોતાના સૈનિકોને નમાજ પઢવા માટે સ્થાન આપવા માટે બાબરી મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. આ સ્થાન ફક્ત સૈનિકો માટે હતું. કોઈ બીજાને અહીં નમાજ પઢવાની મંજૂરી ન હતી. જોકે તુસીએ એ ચર્ચામાં પડવાની ના પાડી દીધી હતી કે પહેલા અહીંયા શું હતું. તુસીએ કહ્યું હતું કે જો હિન્દુ તે સ્થાનને ભગવાન રામનું જન્મસ્થાન માનીને તેમાં આસ્થા રાખે છે તો હું એક સાચા મુસલમાનની જેમ તેમની ભાવનાનું સન્માન કરીશ.

જ્યારે તુસીને જમીન માલિકાના હકના કાગળો હોવાની વાત પુછવામાં આવી તો કહ્યું હતું કે ભલે તેની પાસે માલિકાના હકના કાગળો ન હોય પણ મુગલ વંશના ઉત્તરાધિકારી હોવાના કારણે તે આ જમીનના માલિક માનવામાં આવી શકાય છે. જો મને આ જમીન મળશે તો હું મંદિર નિર્માણ માટે દાન કરી દઈશ.
First published: August 18, 2019, 5:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading