Home /News /india /

રાવણનુ પાત્ર ભજવનાર દલબીરની પત્નીને હજુ પણ વિશ્વાસ નથી કે તેનો પતિ આ દુનીયામાં નથી

રાવણનુ પાત્ર ભજવનાર દલબીરની પત્નીને હજુ પણ વિશ્વાસ નથી કે તેનો પતિ આ દુનીયામાં નથી

દલબીર સિંહની પત્ની અને બાળક

8 મહિનાનાં દીકરો અને પત્નીને એકલી મુકીને જતો રહ્યો અમૃતસરમાં રાવણનું પાત્ર ભજવનાર દલબીર

  અમૃતસર: અમૃતસરમાં દશેરાના દિવસે બહુ દેશની સૌથી મોટી રેલ દુર્ધટના ઘટી તે સમયે રાવણ દહન જોવા આવેલા ઘણાં ટ્રેન નીચે કચડાઇને માર્યા ગયા. આ દુર્ઘટનામાં રામલીલામાં રાવણનું પાત્ર ભજવનારા દલબીર સિંહનું પણ નિધન થઇ ગયુ છે. રાવણદહન સમયે દલબીર સિંહ પણ પાટા પર જ ઊભો હતો. દુર્દટના સમયે તે ત્યાં જ હાજર હતો. જ્યારે આ ટ્રેન પસાર થઇ તે પહેલાં એક ધીમી ગાડી પણ આગળનાં પાટા પરથી પસર થઇ હતી. તે સમયે દલબીરે ત્યાં પાટા પર ઉભેલા કેટલાંક લોકોનાં જીવ બચાવ્યા હતા અને બાદમાં તેઓ પાછળનાં પાટા પર આવીને ઉભા રહ્યાં હતાં. ત્યાં અચાનક જ ટ્રેન આવી જતાં દલબીર સિંહ પોતે પણ ટ્રેનની અડફેટે આવી ગયા હતાં અને લોકોનો જીવ બચાવનારા પોતાની જાતને બચાવી શક્યા ન હતાં.

  વર્ષોથી કરતો હતો રામલીલા-
  દલબીર વર્ષોથી રામલીલામાં રાવણનું પાત્ર ભજવી રહ્યો હતો. કાલે પણ તે ઘરેથી એમ કહીને જલ્દી નીકળી ગયો હતો કે તેણે રામ અને લક્ષ્મણને તૈયાર કરવાના છે.

  પરિવાર આઘાતમાં-
  દલબીરનાં નિધનથી તેનો આખો પરિવાર હાલમાં આઘાતમાં છે. દલબીરના મોતથી પરિવાર આઘાતમાં છે. દલબીરની પત્નીની રડી-રડીને હાલત ખરાબ છે. દલબીરની મા અને ભાઈને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેમના ઘરનો લાડલો હવે આ દુનિયામાં નથી.

  દલબીરના માતા


  મારી વહુને નોકરી આપે સરકાર- દલબીરની માતા
  તેનાં પરિવારમાં તેની માતા, પત્ની અને 8 મહિનાનું બાળક છે. દલબીરની માતાએ કહ્યું, "સરકારને મારી અપીલ છે કે મારી પૂત્રવધૂને નોકરી આપે. તેને 8 મહિનાનું બાળક પણ છે." દલબીરના પરિવારના જણાવ્યા પ્રમાણે, અકસ્માત માટે સ્થાનિક એડમિનિસ્ટ્રેશન જવાબદાર છે, જે લોકોને એલર્ટ કરવામાં નિષ્ફળ રહ્યું. આને નસીબનો ખેલ નહીં તો બીજું શું કહી શકાય કે રાવણ દહનના દિવસે જ રાવણ બનતો દલબીર કાળનો કોળીયો થઇ ગયો.

  આ પણ વાંચો-
  -અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં મોટો ખુલાસો! ગયા વખતે અહીં થયુ ન હતુ આયોજન અને ...
  -અમૃતસર ટ્રેન દુર્ઘટના: રામલીલામાં રાવણનો રોલ ભજવનારનું પણ મૃત્યુ
  -#AmritsarTrainAccident: દુર્ઘટના પછી કેમ આ પોસ્ટર બન્યું ચર્ચાનું કેન્દ્ર
  -#AmritsarTrainAccident:ઘાયલોને મળવા માટે પહોંચ્યા મંત્રી નવજોત સિંહ સિધ્ધુ
  -રેલવેએ અમૃતસર ટ્રેન દુર્ઘટનાની જવાબદારી પંજાબ સરકાર ઉપર નાખીઃ વળતર નહીં આપે એવું અનુમાન
  -#AmritsarTrainAccident: દુર્ઘટના સમયે લોકો રેલવે ટ્રેક ઉપર લઇ રહ્યા હતા સેલ્ફી
  -Railwayમાં આવી ફરી નોકરીની તક, 2907 જગ્યા માટે ધો-10 પાસ કરી શકે છે અરજી
  Published by:Margi Pandya
  First published:

  Tags: Ravan, Reaction, Wife, માતા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन