પ્રેમી-પ્રેમિકાએ પ્રેગનેન્ટ મહિલાની કરી હત્યા, પછી પેટ ચીરીને કાઢ્યું બાળક

News18 Gujarati
Updated: May 18, 2019, 1:39 PM IST
પ્રેમી-પ્રેમિકાએ પ્રેગનેન્ટ મહિલાની કરી હત્યા, પછી પેટ ચીરીને કાઢ્યું બાળક
ગર્ભવતી મહિલાની ફાઇલ તસવીર

મહિલાની હત્યા પછી તેના ગર્ભમાં રહેલા બાળકને પણ પેટ ચીરીને બહાર કાઢી લેવામાં આવ્યું હતું.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: અમેરિકાનાં શિકાગોમાં એક હચમચાવી નાંખતો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ત્રણ લોકો પર ગર્ભવતી મહિલાની હત્યાનો આરોપ લગાવ્યો છે. આની હત્યા પછી તેના ગર્ભમાં રહેલા બાળકને પણ પેટ ચીરીને બહાર કાઢી લેવામાં આવ્યું હતું.

પોલીસે આ અંગે જણાવ્યું કે 19 વર્ષની માર્લેના ઓચાઓ લોપેઝને 23 એપ્રિલનાં રોજ એક પરિચિતનાં ઘરે તેને બોલવી હતી. તેમણે કહ્યું હતું કે તારા બાળકનાં કામમાં આવે તેવી થોડી વસ્તુઓ તને આપવાની છે. પરંતુ ત્યાં બોલાવીને તેની ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી.

46 વર્ષની ક્લારિસા ફિગ્યુરોઆ અને 24 વર્ષની તેની દીકરી ડેસીરી પર ફર્સ્ટ ડિગ્રી હત્યાનો આરોપ લાગ્યો છે. ફિગ્યુરોઆનો 40 વર્ષનો પ્રેમી પિઓટ્ર પર પોલીસે હત્યાની વાત છૂપાવવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: બોયફ્રેન્ડ સાથે બેડરૂમમાં હતી પત્ની અને આવો ગયો પતિ...

શિકાગો પોલીસે પ્રમુખ એડી જોનસમે એક સંવાદદાતા સંમ્મેલનમાં આ ગુનાને 'જધન્ય અને ઘણો જ વ્યથિત કરનારો' ગણાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, 'હું કલ્પના પણ નથી કરી શકતો કે આ સમયે પરિવાર પર શું વીતી રહ્યું હશે. આ સમયે તેમના ઘરમાં જ્યારે ખુશીનો માહોલ હોવો જોઇતો હતો પરંતુ હાલ માતા અને બાળકનાં મોતથી શોકની લાગણી છે.'

ઓચાઓ અને લોપેઝ જ્યારે છેલ્લા સમયે સાથે દેખાયા ત્યારે તેના ચાર કલાક પછી ફિગ્યુરોઆએ આપાત સેવાને ફોન કરીને દાવો કર્યો કે તેણે એક બાળકને જન્મ આપ્યો છે. જે શ્વાસ નથી લઇ રહ્યો. જે બાદ નવજાતને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. પોલીસે આ બાળકની સ્થિતિ અંગે જણાવવાની ના પાડી દીધી.
Loading...

પોલીસે કથિત રૂપથી ફિગ્યુરોઆનાં ઘરની તપાસ કરતા દરમિયાન કચરાનાં ડબ્બામાં લોપેઝનો મૃતદેહ મળ્યો જેને ત્યાં સંતાડીને રાખવામાં આવ્યો હતો. ડીએનએ તપાસમાં સાબિત થઇ ગયું કે બાળક ઓચાઓ લોપેઝનું છે. જે પછી પોલીસે તપાસ વોરન્ટ કાઢીને વધુ તપાસ હાથ ધરી છે.
First published: May 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...