'દલિતોના ઘરે મચ્છર કરડે છે,' યોગી સરકારના મંત્રીનું વિવાદિત નિવેદન

'દલિતોના ઘરે મચ્છર કરડે છે,' યોગી સરકારના મંત્રીનું વિવાદિત નિવેદન

 • Share this:
  ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર મંત્રીઓને સરકાર દ્વારા અપાતા લાભો સમજાવવા દલિતોના ઘરે મોકલે છે. જે પછી મંત્રીઓ દ્વારા નિવેદનો આપવામાં આવે છે તે ચર્ચામાં આવી જાય છે. આવું જ એક લેટેસ્ટ નિવેદન યુપીના શિક્ષણ મંત્રી આપ્યું છે. તેમનું કેહવું છે કે,'આખી રાત મચ્છરો કરડે છે તો પણ અમે દલિતોના ઘરે તેમને સરકારની યોજનાઓ સમજાવવા જઇએ છીએ.'

  હોટલનું જમવાનું લઇને ગયા દલિતના ઘરે  છેલ્લા ઘણા સમયથી ભાજપ સરકાર દલિતોની સાથે છે એવો દાવો કરવા માટે દલિતોના ઘરે જઇ જમે છે અને ફોટા પડાવે છે. આ પહેલા યોગી સરકારના મંત્રી સુરેશ રાણાએ પણ આ દલિતના ઘરે ગયા ત્યારે હોટેલમાંથી લાવેલું પાલક પનીર, છોટે, દાલ મખની, પુલાવ, તંદુરી રોટી, ગુલાબ જાંબુ, રાયતા અને સલાડ સાથે લઇને ગયા અને યજમાન દલિતને ત્યાં ભરપેટ જમ્યા હતાં. જો કે યોગી સરકારની મંત્રી સુરેશ રાણાએ આ આરોપો ફગાવી દીધા છે અને કહ્યુ કે, આ જમવાનું ગામ લોકોએ જ બનાવ્યું હતું.

  ઉમા ભારતીનું દલિતો અંગે સ્ફોટક નિવેદન

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દલિતોના ઘરે જઈને ભોજન કરી રહ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ ખૂબ જ ચોંકાવનારો નિર્ણય કર્યો છે. ઉભા ભારતીએ દલિતો સાથે સામાજિક સમરસતા ભોજમાં ભોજન કરવનો ઇન્કાર કરી દીધો હતો. આ પહેલા પણ છતરપુરના નૌગાંવના દદરી ગામમાં પહોંચેલા ઉમા ભારતીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, તેઓ સમરસતા ભોજમાં ભોજન નહીં કરે. તે દલિતના ઘરે ખાવાને બદલે દલિતોને પોતાના ઘરે બોલાવીને ભોજન કરાવશે. સાથે જ તેમનો પરિવાર દલિતોના એઠા વાસણો ઉઠાવશે. ઉમા ભારતીએ કહ્યું, 'હું ભગવાન રામ નથી કે તેમની સાથે ભોજન કરીને તેઓ પવિત્ર થઈ જશે.'

  ભાગવતની ભાજપને ટકોર

  મહત્વનું છે કે રાષ્ટ્રિય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતે ભાજપને ટકોર કરતા કહ્યું કે, દલિતાના ઘરે જઇ જમવાના નાટકો બંધ કરો. ડેક્કન ક્રોનીકલે તેના અહેવાલમાં આ વાત નોંધી છે. તેના અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે, મોહન ભાગવતે દિલ્હીમાં આરએસએસ અને વિશ્વ હિંદુ પરિષદના લોકોને સંબોધન કરતી વખતે આ વાત કરી હતી. તેમણે કહ્યું કે, દલિતોના ઘરે જઇ જમવાના નાટકો કરવાને બદલે સમાજના નબળાં વર્ગના લોકોને નિયમીત રીતે મળે અને જ્ઞાતિ વ્યવસ્થાથી ઉપર ઉઠીને કામ કરો.

   

   
  Published by:News18 Gujarati
  First published:May 04, 2018, 15:52 IST

  ટૉપ ન્યૂઝ