9 વર્ષ બાદ મુંબઇ પહોચ્યો મોશે, 26/11 હુમલામાં થયુ હતું મા-બાપનું મોત

Margi
Updated: January 16, 2018, 10:28 AM IST
9 વર્ષ બાદ મુંબઇ પહોચ્યો મોશે, 26/11 હુમલામાં થયુ હતું મા-બાપનું મોત
26 નવેમ્બર 2008નાં મુંબઇ હુમલામાં ઘાયલ થયેલો બાળક મોશે હોલ્ત્ઝબર્ગ પણ ભારત આવ્યો

26 નવેમ્બર 2008નાં મુંબઇ હુમલામાં ઘાયલ થયેલો બાળક મોશે હોલ્ત્ઝબર્ગ પણ ભારત આવ્યો

  • Share this:
મુંબઇ: ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહુ ભારતનાં પ્રવાસ પર છે. તેમની સાથે 26 નવેમ્બર 2008નાં મુંબઇ હુમલામાં ઘાયલ થયેલો બાળક મોશે હોલ્ત્ઝબર્ગ પણ ભારત આવ્યો છે. મુંબઇ હુમલા દરમિયાન તે યહુદી સેન્ટરમાં હતો. પ્રધાનંમત્રી નરેનદ્‌ર મોદીનાં વિશેષ નિમંત્રણ પર તે ભારત આવ્યો છે.

આપને જણાવી દઇએ કે 26/11માં જ્યારે કસાબ અને અન્ય આતંકવાદીઓએ મુંબઇ પર હુમલો કર્યો હતો તે સમયે મોશેએ તેનાં માતા-પિતા રબ્બી ગ્વેરિયલ અને રિવાકા હોલ્ત્ઝબર્ગ સાથે નરીમન હાઉસનાં યહુદી સેન્ટરમાં હતો. તેની નજર સામે જ આતંકીઓએ તેનાં માતા-પિતાને જીવથી મારી નાખ્યા હતાં.

પ્રધાનમંત્રી મોદીએ ઇઝરાયલ પ્રવાસ દરમિયાન મોશે સાથે મુલાકાત કરી હતી. મોશે ફરીથી નરીમન હાઉસ આવવા ઇચ્છતો હતો તેથી તે પ્રધાનમંત્રી નેતન્યાહુ સાથે યહુદી સેન્ટરનાં એક સમારંભમાં આવ્યો છે. અહીં તે તેનાં પરિવારની સ્મૃતિઓને યાદ કરવા ઇચ્છે છે.શું છે મોશેની કહાની?
મોશેનાં પિતા ગેવરિયલ હલ્ત્ઝબર્ગ, નરીમન હાઉસનાં ડિરેક્ટર હતાં. જ્યારે આતંકવાદી હુમલો થયો ત્યારે મેશે ફક્ત બે વર્ષનો હતો. તેનાં માતા-પિતાનાં શવની વચ્ચે મોશે રડતો મળ્યો હતો. જે બાદ તેની દાઇ સેન્ડ્રા સેમ્યુઅલ તેને બચાવીને લાવી હતી.


PM મોદીએ આપ્યું હતું ભારત આવવાનું આમંત્રણ
પ્રધાનમંત્રી મોદી જુલાઇ 2017માં જ્યારે ઇઝાયલનાં પ્રવાસે હતાં ત્યારે તેઓ મોશેને મળ્યા હતાં અને તેને ભારત આવવાનું આમંત્રણ આફ્યું હતું. મોશે અને તેનાં પરિવારને ભારત સરકાર તરફથી 10 વર્ષનાં વિઝા આપવામાં આવ્યાં છે. આ દરમિયાન તે ક્યારેય પણ ભારત આવી શકે છે.

જ્યારે મોશેએ કહી દિલની વાત
મોશેએ પ્રધાનમંત્રી મોદીને મળીને કહ્યું હતું કે તે ભારત આવવા ઇછ્છે છે તે ચબાદ હાઉસનો ડિરેક્ટર બનવા ઇચ્છે છે. મોશેનાં નાનાએ પ્રધાનમંત્રી મોદીને ત્યારે કહ્યું હતું કે, જ્યારે તે તેર વર્ષનો થશે ત્યારે તેને ભારત પરત મોકલીશ.
First published: January 16, 2018, 10:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading