કાશ્મીર ઘાટીમાંથી સેનામાં જોડાવવા 5000થી વધારે યુવાનો આવ્યાં 

કાશ્મીરનાં 5000થી વધારે યુવાનો સામેલ થયા છે.

ઘાટીમાં આતંકીઓની સંખ્યા સતત ઓછી થતી જાય છે. જે લોકો આતંક અને ડર ફેલાવવાનાં રસ્તે જાય છે તેની સંખ્યા પણ ઓછી થઇ રહી છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : જમ્મૂ કાશ્મીરનાં પુલવામા, શોપિયા અને બારામૂલા જેવા જિલ્લાઓનાં નામ જ્યારે લોકોનાં મનમાં આવે છે ત્યારે તેમના મગજમાં પહેલી તસવીર આતંકની રાહે જતા યુવાનો કે આતંકીઓની આવે છે. પરંતુ હવે આ તસવીર બદલાઇ ગઇ છે. ઘાટીમાં યુવાન ડરવાની જગ્યાએ દેશ માટે આતંકવાદ વિરુદ્ધ ઉભો રહેવા માંગે છે. આવા યુવાનોની સંખ્યા આતંકની રાહ પર જનારા લોકો કરતા 100 ગણી વધારે છે.

  સેનાની ભરતીમાં વધારો

  હવે આતંકવાદને બદલે યુવાનો સેનામાં સામેલ થવા માટે પ્રેક્ટિસ કરી રહ્યાં છે. બારામૂલાનાં હૈદરબેગ સ્થિત સેનાની 10 સેક્ટર ઓફિસમાં સેનાની ભરતી ચાલી રહી છે. 10 જુલાઇથી શરૂ થયેલી આ ભરતી 16 જુલાઇ સુધી ચાલશે. આમાં કાશ્મીરનાં યુવાનો મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યાં છે. આ ભરતીમાં 5366 સ્થાનિક યુવાનોએ નોંધણી કરાવી છે.

  આ પણ વાંચો : શહીદ જવાનોના સંતાનોને 100 ટકા સ્કોલરશીપ મળશે

  5000થી વધારે યુવાનો સેનામાં સામે થવા થનગની રહ્યાં છે

  એનબીટીનાં રિપોર્ટ પ્રમાણે આ પાંચ હજારથી વધારે યુવાનોની તુલનામાં આ વખતે 50 યુવાનો આતંકીની રાહ પર ગયા છે. આમાં અનંતનાગથી 9, શોપિયાથી 9, કુલગામથી 9, પુલવામાથી 14, ગંદરબળથી 2, બડગામથી 4, બાંદીપુરાથી એક અને બારામુલાથી 3 યુવાનો આતંકની રાહ પર ગયા છે. જ્યારે બારામૂલામાં ચાલી રહેલી ભરતીમાં બાંદીપોર, કુપવાડા, ગાંદરબળ, શ્રીનગર, બડગામ, શોપિયા, પુલવામા, અનંતનાગ અને કુલગામથી 5000થી વધારે યુવાનો સામેલ થયા છે.

  આ પણ વાંચો : અમે અમરનાથ યાત્રાના સમર્થક પણ કાશ્મીરીઓને થાય છે પરેશાની - મહેબુબા મુફ્તી

  દેશની રક્ષા કરવા માંગે છે ઘાટીનાં યુવાનો

  એનબીટીએ આર્મી ચીફ જનરલ બિપિન રાવત સાથેની વાતચીત પ્રમાણે ઘાટીમાં આતંકીઓની સંખ્યા સતત ઓછી થતી જાય છે. જે લોકો આતંક અને ડર ફેલાવવાનાં રસ્તે જાય છે તેની સંખ્યા પણ ઓછી થઇ રહી છે. હવે થોડા લોકો જ છે જે મિત્રોથી પ્રભાવિત થઇને આતંકની રાહ પર જાય છે. આતંકની રાહ પર જઇ રહ્યાં છે પરંતુ સંખ્યા સતત ઓછી થઇ રહી છે. સેના પ્રમુખે કહ્યું કે સેનાની ભરતીમાં યુવા જે રીતે ભાગ લઇ રહ્યાં છે. તેનાથી સ્પષ્ટ છે કે તેઓ સેનામાં સામેલ થઇને દેશની રક્ષા કરવા માંગે છે.
  Published by:Kaushal Pancholi
  First published: