Home /News /india /ગુજરાત સહિત આ 6 રાજ્યોમાં થશે ભારે વરસાદ

ગુજરાત સહિત આ 6 રાજ્યોમાં થશે ભારે વરસાદ

દિલ્હી સહિત ઘણાં રાજ્યોમાં વરસાદની પધરામણી થઇ ગઇ છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે થોડા સમયમાં ભારે વરસાદની ચેતવણી આપતા હાઇ એલર્ટ જાહેર કરી છે.

હવામાન વિભાગે ગોવા અને કોંકણ ક્ષેત્ર સહિત ગુજરાત, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને પૂર્વોત્તરના તમામ રાજ્યાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. વિભાગ પ્રમાણે આ 6 રાજ્યોમાં 6 જુલાઇ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

મંગળવારે દિલ્હીમાં વાદળ છવાયેલા રહ્યાં અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડ્યો. જ્યારે હરિયાણાની સિરસા જિલ્લામાં ડબવાળીમાં ભારે વરસાદને કારણે ઘરની છત પડી ગઇ હતી. જેમાં ચાર વર્ષની એક છોકરી અને બે વર્ષની એક છોકરીની મોત થઇ ગઇ છે.

મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં પણ ફાસ્ટ વરસાદ પડ્યો હતો. મંગળવારે વાવઝોડા સાથે વરસાદને કારણે અંધેરી વિલે પાર્લેમાં ફૂટઓવર બ્રિજનો એક ભાગ પડી ગયો હતો જેમાં 5 લોકો ઘાયલ થઇ ગયા હતાં. વરસાદને કારણે લોકલ સેવાઓ ઘણી રીતે પ્રભાવિત થઇ હતી. ગોરેગાંવ અને બાંદ્રામાં લાંબો ટ્રાફિક જામ હતો. જ્યારે ડબ્બાવાળાઓએ પણ પોતાની સેવા આપવાની ના પાડી દીધી હતી.
First published:

Tags: Monsoon forecast, ગુજરાત, વરસાદ