Home /News /india /

માલ હૈ તો તાલ હૈ ! : ખિસ્સા જેટલા ગરમ, ખુરશી એટલી જ નજીક

માલ હૈ તો તાલ હૈ ! : ખિસ્સા જેટલા ગરમ, ખુરશી એટલી જ નજીક

માલ હૈ તો તાલ હૈ ! : ખિસ્સા જેટલા ગરમ, ખુરશી એટલી જ નજીક

ભાજપના સાંસદો પૈકી લગભગ 84% પાસે એક કરોડથી વધુની સંપત્તિ છે, જયારે કોંગ્રેસના 80% સાંસદો કરોડપતિ છે

  ફાઝીલ ખાન, ન્યૂઝ18 :

  આપણા દેશમાં ચૂંટણી જીતવા માટે કેટલાક ગંભીર પ્રકારના રોકાણોની આવશ્યકતા હોય છે; આ રોકાણો પૈકીનું એક અત્યંત મહત્વનું રોકાણ એટલે પૈસાનું રોકાણ ! ચૂંટણી સમયે ઉમેદવારો અને રાજકીય પક્ષો તેમના મતદાન ક્ષેત્રોમાં કરોડો રૂપિયાનું આંધણ કરીને મતદાતાઓને રીઝવે છે. હા, પ્રત્યેક રાજકીય પક્ષો આ પ્રકારનો તોતિંગ ખર્ચ કરવા સક્ષમ નથી હોતી તે હકીકત છે. આમ છતાં, ભારતીય ચૂંટણીઓ માટે 'કરોડપતિ ઉમેદવાર' એક મહત્વનો અને રોકડો ફાયદો બની રહે છે !

  News18.Com ના વિશ્લેણ અનુસાર 2004થી 2014 દરમિયાન માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય દળો - ભાજપ, કોંગ્રેસ, એનસીપી, બીએસપી, સીપીઆઇ, સીપીએમ દ્વારા થતા ચૂંટણી ખર્ચમાં 386 %નો અધધ કહી શકાય તેવો વધારો થયો છે. 2004માં 269 કરોડ રૂપિયાથી વધીને 2014માં આ રકમ રૂ.1308 કરોડ ઉપર પહોંચી ગઈ હતી ! જેમ-જેમ ચૂંટણી લડવી મોંઘી થતી ગઈ, તેમ-તેમ વધુ સંપત્તિવાન લોકો ચૂંટણી મેદાનમાં ઝંપલાવવા લાગ્યા.

  2009ની લોકસભા ચૂંટણીમાં ઉતરેલા 7669 ઉમેદવારો પૈકી 1212 ઉમેવારો કરોડપતિ હતા, એટલે કે 16% ઉમેદવારો કરોડપતિ ! 2014માં આ આંકડો 27% જેટલો વધી ગયો. 2014માં ચૂંટણી મેદાનમાં ઉતરેલા 8205 ઉમેદવારો પૈકીના 2217 ઉમેદવારો કરોડપતિ હતા ! નોંધવા જેવું એ છે કે, કોઈપણ રાજકીય પક્ષ ધનવાનોને વિના કારણ ચૂંટણીમાં નથી ઉતારતો। આ ડેટાથી એ ફલિત થાય છે કે કરોડપતિ ઉમેદવાર હોય તો સ્વાભાવિક જ જીત અને સત્તાની શક્યતાઓ વધી જાય છે.  સામાન્ય ઉમેદવાર અને કરોડપતિ ઉમેદવારનો તુલનાત્મક અભ્યાસ કરીયે તો માલુમ પડે છે કે, કરોડપતિ ઉમેદવારોની જીતવાની સંભાવના 20% જેટલી વધી જાય છે. વળી, આ વિશ્લેષણથી માલુમ પડે છે કે ઓછી સંપત્તિ વાળા ઉમેદવારોની જીતવાની શક્યતા માત્ર 2% જેટલી જ રહી જાય છે. 2014માં સંસદમાં પહોંચનારા ધનિક સાંસદોની એ વાતની સૂચક છે કે, તુલનાત્મક રીતે સંપન્ન ઉમેદવારની દૃષ્ટિએ ધનિક ઉમેદવાની સંસદમાં પહોંચવાની શક્યતા વધારે છે. 16મી લોકસભામાં જીત મેળવનારા કુલ 542 સાંસદો પૈકી 443 સાંસદો એટલે કે 82% કરોડપતિ હતા. જયારે 2009ની 15-મી લોકસભાની ચૂંટણીમાં સંસદમાં પહોંચનારા પૈકીના 58% સાંસદો કરોડપતિ હતા

  પૈસાનો પ્રભાવ એટલે સુધી પડે છે કે, એક જ પાર્ટીના બે ઉમેદવારો વચ્ચે પણ સત્તા સુધી પહોંચવામાં પૈસો મહત્વનો ભાગ ભજવે છે. એક ઉદારહણ જોઈએ તો, એક કરોડપતિ ભાજપી સાંસદની ચૂંટણી જીતવાની શક્યતા 77% છે, જયારે બિન-કરોડપતિ ઉમેદવારની શક્યતા તેનાથી અડધી થઇ જાય છે. ચૂંટણી જીતવાની સંભાવનાને જોતા રાજકીય પક્ષો પણ આ પ્રકારના સંપત્તિવાન ઉમેદવારો ઉપર જ પસંદગીનો કળશ ઢોળે છે.

  'સેન્ટર ફોર ધ સ્ટડીઝ ઓફ ડેવેલોપીંગ સોસાયટીઝ'ના સંજય કુમાર કહે છે કે, 'ઘણા રાજકીય પક્ષો એવા છે કે તે એવા ઉમેદવારોને ટિકિટ જ નથી આપતા જેની પાસે ખર્ચ કરવાની ક્ષમતા ન હોય ! ' આ અંગેનું કારણ દર્શાવતા સંજય જણાવે છે કે, 'રાજકીય પક્ષ બધા ઉમેદવારોને ચૂંટણી લડવા પૈસા આપવાને સક્ષમ નથી હોતી, તેમની પણ કેટલીક મર્યાદાઓ હોય છે. આ પરિસ્થિતિથી ઉલટું પક્ષ એવા ઉમેદવારો ઈચ્છે છે જે પાર્ટીને મદદ કરવાને સક્ષમ હોય. કારણ કે ઘણુંખરું ચૂંટણી ખર્ચ પાર્ટીના શિરે હોય છે નહિ કે ઉમેદવારો પર "

  ભાજપી સાંસદો પાસે લગભગ 84% એવા સાંસદો છે જેઓ કરોડપતિ છે, જયારે કોંગ્રેસના 80% સાંસદો કરોડપતિ છે. આ બંનેમાં અપવાદ પણ છે. નામ નહિ આપવાની શરતે એક ચૂંટણી નિરીક્ષકે જણાવ્યું હતું કે, ગત વર્ષે મહારાષ્ટ્રમાં એક ખેડૂત નેતા ચૂંટણી મેદાનમાં વગર પૈસે ઉતર્યા હતા અને ચૂંટણી જીત્યા પણ હતા ! કારણ તેઓ પ્રભાવશાળી હતા અને એક ખેડૂતરેલી બાદ ખુબ જ લોકપ્રિય બન્યા હતા. તેઓ સ્વયં એક બ્રાન્ડ રૂપે પ્રસ્થાપિત થઇ ગયા હતા ! પરંતુ પ્રચાર-પ્રસાર સિવાય આ બધા પૈસા જાય છે ક્યાં ? લોક જનસત્તા પાર્ટીના જયપ્રકાશ નારાયણ આ અંગે ઈશારો કરતા જણાવે છે કે, પૈસાનો ઉપયોગ વોટ ખરીદવા માટે થાય છે !

  નારાયણે News18.com ને જણાવ્યું કે, "દેશભરમાં ઘણા ગામોમાં લોકો પ્રદર્શન કરે છે અને કહે છે કે તેઓ ચૂંટણીમાં ભાગીદાર નહિ બને કારણ કે તેમના ગામ સુધી કોઈ પૈસા વહેંચવા નથી પહોંચ્યું !" આ લોકો એવું કહે છે કે લોકસભા ચૂંટણીમાં વ્યક્તિદીઠ જે ખર્ચ આવે છે તે વિધાનસભાની ચૂંટણીના મુકાબલે ઘણો ઓછો હોય છે. આ માંગ-પુરવઠાની રમતનું સીધું ગણિત છે. કદાચ, આ કારણે જ પ્રાદેશિક પક્ષો વિધાનસભા ચૂંટણીઓમાં રાષ્ટ્રીય પક્ષોની તુલના ક્યારેક વધુ ખર્ચ કરે છે

  સાંસદોની સરેરાશ સંપત્તિના સંદર્ભે જોઈએ તો ટીડીપી અને ટીઆરએસ 64 કરોડ અને 63 કરોડ રૂપિયાના વ્યક્તિગત મૂલ્યની સાથે બીજા રાજકીય પક્ષોની સરખામણીએ આગળ છે. આ કારણે જ આંધ્રપ્રદેશના તમામ 42 સાંસદો કરોડપતિ છે. આશ્ચર્યની વાત એ છે કે, સૌથી વધુ ધનવાન ત્રણ સાંસદો તેલુગુ ક્ષેત્રના છે. જેમાં રૂ. 683 કરોડ સાથે આંધ્ર પ્રદેશના ટીડીપીના જયદેવ ગલ્લા, રૂ.588 કરોડ સાથે તેલંગાણાના ટીઆરએસના કોન્ડા વિશ્વેશ્વર રેડ્ડી અને રૂ. 288 કરોડ સાથે આંધ્ર પ્રદેશના ભાજપના ગોકારાજુ ગંગા રાજુનો સમાવેશ થાય છે.

  2009 અને 2014માં પ્રત્યેક રાજ્યોના કરોડપતિ સાંસદોની વચ્ચે તુલના કરવામાં આવે તો સૌથી ઓછી સંપત્તિવાળા ત્રણ નેતાઓમાં રૂ.34000 સાથે રાજસ્થાનના ભાજપના સાંસદ સુમેધાનંદ સરસ્વતી, રૂ.1.99 લાખ સાથે રાજસ્થાનના જ ભાજપના સાંસદ મહંત ચંદનાથ યોગી અને રૂ. 4.99 લાખ સાથે પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ઉમા સરિનનો સમાવેશ થાય છે. રાજ્ય વાર, ઉત્તર પ્રદેશના 85%, મહારાષ્ટ્રના 94% અને કર્ણાટકના 93% સાંસદોએ એક કરોડથી ઓછી સંપત્તિની ઘોષણા કરી હતી.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: General election 2019, ચૂંટણી, રાજકારણ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन