Home /News /india /કુલદીપ નૈયર, કાદર ખાન, ગંભીર સહિત 112 હસ્તીઓને પદ્મ પુરસ્કાર

કુલદીપ નૈયર, કાદર ખાન, ગંભીર સહિત 112 હસ્તીઓને પદ્મ પુરસ્કાર

કુલદીપ નૈયર, કાદર ખાન, ગંભીર સહિત 112 હસ્તીઓને પદ્મ પુરુસ્કાર

ચાર હસ્તીઓને પદ્મ વિભૂષણ, 14ને પદ્મ ભૂષણ અને 94ને પદ્મ શ્રી થી સન્માનિત કરવાની જાહેરાત

ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી એક પદ્મ પુરસ્કારની જાહેરાત શુક્રવારે કરવામાં આવી હતી. જેમાં ચાર હસ્તીઓને પદ્મ વિભૂષણ, 14ને પદ્મ ભૂષણ અને 94ને પદ્મ શ્રી થી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. આ એવોર્ડ કલા, સમાજ સેવા, લોક મામલા, વિજ્ઞાન, વેપાર, મેડિસન, સાહિત્ય, શિક્ષા, સ્પોર્ટ્સ અને સિવિલ સેવાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારને આપવામાં આવે છે. દર વર્ષે ગણતંત્ર દિવસે પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવે છે. જે રાષ્ટ્રપતિ ભવનમાં માર્ચ કે એપ્રિલમાં આયોજીત કાર્યક્રમમાં એવોર્ડ વિતરણ કરવામાં આવે છે.

લોક ગાયિકા તીજન બાઇ (પદ્મ વિભૂષણ), દિવંગત પત્રકાર કુલદીપ નૈયર (પદ્મ ભૂષણ), અભિનેતા મોહનલાલ (પદ્મ ભૂષણ), ઇસરોના વૈજ્ઞાનિક નાંબી નારાયણ (પદ્મ ભૂષણ), પર્વતારોહી બિછેંદ્રીપાલ (પદ્મ ભૂષણ), અભિનેતા મનોજ વાજપેયી (પદ્મ શ્રી), ફૂટબોલર સુનીલ છેત્રી(પદ્મ શ્રી), કોરિયોગ્રાફર પ્રભુદેવા (પદ્મ શ્રી), ક્રિકેટર ગૌતમ ગંભીર (પદ્મ શ્રી), અભિનેતા કાદર ખાન (પદ્મ શ્રી), પહેલવાન બજરંગ પૂનિયા (પદ્મ શ્રી) સહિત કુલ 112 લોકોને પદ્મ પુરુસ્કારની સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો - પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભુપેન હઝારીકાને મળશે ભારત રત્ન

પદ્મ પુરસ્કાર મેળવનારમાં 21 મહિલાઓ, એક ટ્રાન્સજેન્ડર, 11 વિદેશી/એનઆઈઆઈ/પીઆઈઓ/ઓસીઆઈ સામેલ છે. પદ્મ પુરસ્કારમાં ત્રણ વ્યક્તિ એવા છે જેમને મરણોપરાંત આ સન્માન આપવામાં આવી રહ્યું છે.
First published:

Tags: Kader Khan, Manoj bajpayee, Padma Bhushan, Prabhu deva