ધીરજ ઘણી રાખી હવે અમારે રામ મંદિર જોઈએ: મોહન ભાગવત

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં ધર્મસબાને સંબોધિત કરી

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં ધર્મસબાને સંબોધિત કરી

 • Share this:
  લોકસભાની ચૂંટણી આડે હવે ફક્ત થોડા મહિના જ બાકી છે. આવા સમયે અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો ફરી ગરમાયો છે. રામ મંદિરને લઈને વિશ્વ હિન્દુ પરિષદે રવિવારે મોટી ધર્મસભા યોજી હતી. જેમાં બે-ત્રણ લાખ રામભક્ત અયોધ્યા પહોંચ્યા હતા. વીએચપીની ધર્મસભા પછી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં ધર્મસબાને સંબોધિત કરી હતી. મોહન ભાગવતે કહ્યું હતું કે મંદિરના મુદ્દા પર પર હવે લડવું નથી અડી જવું છે. એક વર્ષ પહેલા મેં કહ્યું હતું કે ધીરજ રાખજો પણ હવે ધીરજ રાખવાની નથી પણ જન જાગરણ કરવાનું છે.

  ભાગવતે કહ્યું હતું કે ભગવાનની હાજરી પછી શું કોઈ ત્યાં પોતાની મિલકત બતાવી શકે છે. જ્યારે ભગવાન અહીં આવ્યા ત્યારે કોઈ વક્ફ બોર્ડ અને અખાડા ન હતા. શું કોઈ કાગળ છે કે ભગવાન રામે તેમને જમીન આપી છે. 2010માં જ્યારે કહી દેવામાં આવ્યું હતું કે રામલલા છે તો પછી જમીનની વહેંચણી કેમ કરવામાં આવી.

  આ પણ વાંચો - અયોધ્યા: ધર્મસભામાં VHPનું એલાન, વિવાદિત જમીન પર નહીં પઢવા દઇએ નમાજ

  મોહન ભાગવે કહ્યું હતું કે બાબરને મુસલમાન સાથે જોડવો ખોટું છે. મામલો કોર્ટમાં છે પણ કોર્ટની પ્રાથમિકતામાં નથી. જનહિતના મામલાને ટાળ્યા રહેવાથી શું થશે. તપાસમાં જાહેર થઈ ચુક્યું છે કે નીચે મંદિર હતું. સમાજ ફક્ત કાયદાથી ચાલતો નથી,સમાજને પણ સમજવો પડે છે. અયોધ્યાનુ મંદિર બાબરના સેનાપતિએ તોડ્યું હતું. રામનું મંદિર ના બને તો કેમ ચાલે. ભારતનો સમાજ કાયદાથી ચાલનાર સમાજ છે તેથી જ 30 વર્ષ લાગ્યા.
  Published by:Ashish Goyal
  First published: