મોદીની આ લોન યોજના નિષ્ફળ, સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે

 • Share this:
  મોદી સરકાર યુવાનોને વ્યવસાય શરૂ કરવા મુદ્રા યોજના હેઠળ લોન આપે છે, પરંતુ હવે મુદ્રા લોનમાં વધતી જતી NPAને લઈ સરકાર પોતે મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. મીડિયાના અહેવાલ મુજબ, મુદ્રા લોનની NPAએ હવે રૂ. 14,358 કરોડ સુધી પહોંચી ગઈ છે, જેનો અર્થ એ થયો કે આ લોનની ચુકવણીની સંભાવના બહુ ઓછી છે.

  બેંકોએ સરકાર અને RBIને આ અંગે નિર્ણય લેવા માટે જણાવ્યું છે

  અમે તમને જણાવી દઈએ કે આ કિસ્સામાં બેન્કોએ સરકાર અને RBIને જણાવ્યું છે કે એનપીએમાં હજી વધુ વધારો થઈ શકે છે. અહેવાલ મુજબ, બેંકોએ મુદ્રા લોનને લઈ ભવિષ્યનાં પગલાં માટે સરકાર અને આરબીઆઈ તરફથી દિશા-નિર્દેશો માગ્યાં છે. બેંકો સરકાર અને આરબીઆઇનો આગામી નિર્દેશની રાહ જોઈ રહી છે. લોનમાં ગડબડની આશંકાએ નાણામંત્રાલય પણ તપાસ કરવાની તૈયારીમાં છે.

  મુદ્રા યોજનાની એનપીએને લઈ  મોદીસરકાર હવે મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.  મુદ્રા યોજના હેઠળ યુવાનોને  આપેલી લોનોની ચુકવણીની શક્યતાઓ ઓછી હોવાથી આગામી સમયમાં RBI અને સરકાર સાથે મળી કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.
  Published by:Sanjay Joshi
  First published: