Home /News /india /

મોદીનો નોટબંધીનો નિર્ણય ‘તઘલખી’ હતો: પૂર્વ કેન્દ્રિય મંત્રી જયરામ રમેશ

મોદીનો નોટબંધીનો નિર્ણય ‘તઘલખી’ હતો: પૂર્વ કેન્દ્રિય મંત્રી જયરામ રમેશ

  કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક કાર્યક્રમમાં હાજરી આપતા કહ્યુ કે, વડાપ્રધાનને એવા માણસોની જરૂર છે કે, જે તેમને સત્ય કહે. નરેન્દ્ર મોદી પર આડકતરી રીતે ઇશારો કરતા જયરામે કહ્યુ કે, નોટબંધીનો નિર્ણય તઘલખી નિર્ણય હતો.

  ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રીએ તેમના પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં કહ્યુ કે, જો તમે વડાપ્રધાન છો તો તમે યસમેન (હજુરિયાઓ)થી ઘેરાયેલા ન રહેવા જોઇએ. એવા લોકોથી ઘેરાયેલા ન રહેવા જોઇએ કે જે તમને સત્ય વાત ન કહે”

  જયરામ રમેશે ઇન્દિરા ગાંધીના પ્રિન્સિપલ સેક્રેટરી રહેલા પી.એન. હાસકરની જીવનકથા લખી છે અને એ પુસ્તક વિમોચનના સમારોહમાં આ વાત કરી હતી.
  પી.એન.હાસકર વિશે વાત કરતા જયરામ રમેશે કહ્યું કે, પી.એન. હાસકર પાસે એ તાકાત હતી કે તે ઇન્દિરા ગાંધીને કહી શકતા કે સાચુ શું છે કે ખોટુ શું. તમારી પાસે આવા માણસો હોવા જોઇએ કે જે તમને કહે કે, નોટબંધીએ તુઘલખી નિર્ણય છે. એવા માણસોની તમને જરૂર છે કે જે તમને સાચી વાત કહે.”

  જયરામ રમેશે પી.એન. હાસકરની જીવન ચરિત્ર લખવા માટે જૂની નોંધો, પત્રો વગેરેનો ઉપયોગ કરી આ પુસ્તક લખ્યુ છે અને કેવી રીતે એક અધિકારીએ આ દેશના રાજકીય અને આર્થિક ઇતિહાસને ઘડવાનું કામ કર્યુ તેનુ નિરૂપણ કર્યુ છે. પી.એન.હાસકર તેમના સમયના સૌથી પાવરફૂલ સિવિલ સર્વન્ટ હતા. ઇન્દિરા ગાંધીએ જ તેમને પસંદ કર્યા હતા.
  જયરામ રમેશે એમ પણ કહ્યુ કે, હાસકર એ વૈચારિક રીતે મજબૂત માણસ હતા અને ઇન્દિરા ગાંધીના ચમચા નહોતા. હાસકરનો જન્મ 1913માં ગુજરાનવાલા (હવે પાકિસ્તાન)માં થયો હતો અને તેમનુ મ-ત્યુ 1998માં દિલ્હીમાં થયુ હતું.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Demonetisation, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन