Home /News /india /

ટ્વિટર યુઝરે મોદીને કર્યું સૂચન, મોદીએ જવાબમાં કહ્યું,"સૂચન સ્વીકાર્યું"

ટ્વિટર યુઝરે મોદીને કર્યું સૂચન, મોદીએ જવાબમાં કહ્યું,"સૂચન સ્વીકાર્યું"

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

  નવી દિલ્હીઃ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ટ્વિટર પર ખૂબ જ સક્રિય છે. તેઓ પોતાના ટ્વિટર હેન્ડલથી દેશ કે વિદેશમાં લોકોને ત્વરિત જવાબ આપવા માટે જાણીતા છે. રવિવારે કંઈક આવું જ નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલ પર જોવા મળ્યું. ટ્વિટર પર મોદીના લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે, પરંતુ તેઓ સામાન્ય રીતે કોઈને તાત્કાલિક પ્રતિક્રિયા આપતા નથી. જોકે, રવિવારે તેમનો કંઇક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.

  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી અનંથ કુમારને જન્મ દિવસથી શુભેચ્છા પાઠવ્યા બાદ મોદીએ અન્ય યુઝર્સને તેમના ટ્વિટના જવાબ આપ્યા હતા. મોદીએ એક દીકરીના પિતાએ કરેલા ટ્વિટનો જવાબ આપ્યો. મોદીએ જે વ્યક્તિના ટ્વિટનો જવાબ આપ્યો હતો તેની દીકરીએ સ્કૂલમાં સ્વચ્છ ભારત પરથી પ્રેરણા લઇને નિબંધ લાગ્યો હતો, આ નિબંધને ઇનામ મળ્યું હતું.

  તેના જવાબમાં મોદીએ લખ્યું કે, "મને આ વાંચીને ખૂબ આનંદ થયો. મારા તરફથી તમારી દીકરીને શુભેચ્છા પાઠવજો. સ્વચ્છતા અંગે દેશના યુવા પેઢીમાં આવી જાગૃતિ ફેલાઇ રહી છે તે જાણીને ખૂબ આનંદિત છું."

  બીજા એક ટ્વિટમાં મોદીએ એક સોફ્ટવેર એન્જિનિયરનો આભાર માન્યો હતો. જેમણે અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન સંસદમાં મોદીના ભાષણ અંગે ટ્વિટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા.

  બાદમાં મોદીએ એક ટ્વિટર યુઝરને દિલાસો આપ્યો હતો.

  અન્ય એક યુઝર્સે જ્યારે મોદીને એવું સૂચન કર્યું કે તેમણે અવાર નવાર સ્માઇલ કરવી જોઈએ ત્યારે મોદીએ જવાબમાં લખ્યું હતું કે, તમારા સૂચનની નોંધ લેવાઈ ગઈ છે.

  અન્ય એક ટ્વિટમાં મોદીએ કહ્યું હતું કે તેનો તમામ સમય દેશને સમર્પિત છે.

  નોંધનીય છે કે શુક્રવારે આંધ્ર પ્રદેશની ટીડીપી દ્વારા સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ વખતે મોદીએ સંસદમાં 90 મિનિટની સ્પીચ આપી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષ પર ધારદાર પ્રહાર કર્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Tweet, મોદી, સુષ્મા સ્વરાજ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन