આતંકવાદ સામેની લડાઈમાં અમે ઇન્ડોનેશિયાની સાથે ઉભા છીએઃ મોદી

મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખે સંયુક્ત નિવેદન કર્યું હતું.

 • Share this:
  ત્રણ દેશના પ્રવાસે ઇન્ડોનેશિયા પહોંચેલા મોદીએ બુધવારે સવારે ઇન્ડોનેશિયાની આઝાદી માટેની લડાઇમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપીને પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી. બાદમાં એક નિવેદનમાં મોદીએ કહ્યું હતું કે, "આતંકવાદ સામેની લડાઇમાં ભારત ઇન્ડોનેશિયાની પડખે ઉભું છે. અમે તાજેતરમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરીએ છીએ, જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો." સાથે જ મોદીએ કહ્યું હતું કે "ભારતની એક્ટ ઇસ્ટ પોલીસની સાથે સાથે SAGAR (સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિઝન)નું વિઝન છે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થયેલા કરારમાં દ્વિપક્ષિય સંબંધો મજબૂત કરવામાં ખૂબ મદદ મળશે."

  શહીદોને અર્પણ કરી પુષ્પાંજલિ

  મોદીએ કલીબાતા નેશનલ હિરોઝ સિમેટ્રી ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દક્ષિણ જકાર્તામાં કલીબાતા હીરોઝ સિમેટ્રીએ ઇન્ડોનેશિયાના સૈનિકોનું કબ્રસ્તાન છે. આને વર્ષ 1953માં બનાવવામાં આવ્યું હતું. તેને 1954માં શરૂ કરવામાં આવ્યું હતું અને પ્રથમ વખત અહીં કોઈને દફન કરવામાં આવ્યા હતા.

  ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, "એવું ન બની શકે કે અમે ઇન્ડોનેશિયાની આઝાદી માટે લડનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપાનું ભૂલી જઈએ. વડાપ્રધાન મોદીએ નરેન્દ્ર મોદીએ કલીબાતા નેશનલ હીરોઝ સિમેટ્રીમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને વિઝિટર ડાયરીમાં હસ્તાક્ષર કર્યાં હતા."

  જકાર્તા ખાતે મેર્ડેકા પેલેસ આવી પહોંચેલા મોદી


  નોંધનીય છે કે ઇન્ડોનેશિયાની આઝાદી માટે લડાઇ લડીને શહીદ થયેલા અને તે લડાઇમાં ભાગ લેનાર 7,000થી વધારે લોકોને આ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. ઇન્ડોનેશિયાની પ્રથમ અધિકારિક યાત્રા પર ગયેલા મોદી રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે મુલાકાત કરશે અને રોકાણ સહિત અનેક મુદ્દે દ્વિપક્ષિય સહકાર પર ચર્ચા કરશે.

  મોદીના વિદેશ પ્રવાસનો કાર્યક્રમ

  30મી મેના રોજ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત થશે. આ ઉપરાંત ભારત-ઇન્ડોનેશિયા સીઈઓ ફોરમની સંયુક્ત બેઠક પણ થશે.

  સિંગાપોરમાં મોદી વાર્ષિક સુરક્ષા સંમેલનમાં શાંગરી-લા ડાયલોગને પ્રથમ જૂનના રોજ સંબોધિત કરશે.

  31મી મેના રોજ સિંગાપોર જતા પહેલા તેઓ થોડો સમય સુધી મલેશિયામાં પણ રોકાશે. અહીં તેઓ મલેશિયાની નવી સરકારને અભિનંદન પાઠવશે તેમજ વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરશે.

  વડાપ્રધાન પ્રથમ જૂનના રોજ સિંગાપોરના રાષ્ટ્રપતિ હલીમા યાકૂબ સાથે મુલાકાત કરશે અને સિંગાપોરના વડાપ્રધાન લી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા કરશે.

  બીજી જૂનના રોજ મોદી ધ ક્લીફોર્ડ પિયર ખાતે એક તકતીનું અનાવરણ કરશે, અહીં 27મી માર્ચ 1948ના રોજ ગાંધીજીની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: