'ઓખી'થી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત માટે દક્ષિણ ભારત પહોંચ્યા મોદી

મોદી સોમવારે રાત્રે જ મેંગલુરુ પહોંચી ગયા હતા

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીમાં જીતના એક દિવસ બાદ મોદી ફરીથી કામે લાગી ગયા છે. મોદી આજે ઓખી વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરશે.

  • Share this:
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીમાં જીતના એક દિવસ બાદ મોદી ફરીથી કામે લાગી ગયા છે. મોદી આજે ઓખી વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરશે. મોદી આ વખતે લક્ષદ્વીપ, તામિલનાડુ, અને કેરળ સહિત અન્ય દક્ષિણના રાજ્યોની મુલાકાત કરશે. મોદી સોમવારે મોડી રાતે જ કર્ણાટકના મેંગલુરુ પહોંચી ગયા હતા.

વડાપ્રધાન આ દરમિયાન અધિકારીઓ અને લોક પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત મોદી માછીમારો અને ખેડૂતોના પ્રતિનિધિ મંડળો સાથે પણ મુલાકાત કરશે. તોફાનથી અસરગ્રસ્ત લોકો સાથે પણ મોદી મુલાકાત કરશે.

નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં આવેલા ઓખી વાવાઝોડાને કારણે કેરળ, તામિલનાડુ અને લક્ષદ્વીપના અને ભાગમાં ભારે નુકસાન થયું હતું. તાજેતરમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ વિસ્તારોની મુલાકાત લીધી હતી. રાહુલ માછીમારોને મળ્યા હતા.

મેંગલુરુ ખાતે મોદીને આવકારવા હાજર રહેલા તેમના ચાહકો


વડાપ્રધાને ઓખી વાવાઝોડાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ પર સતત નજર રાખી હતી. તેમણે તમામ સંબંધિત અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે ત્રણ-ચાર ડિસેમ્બરના રોજ તામિલનાડુના કન્યાકુમારી અને તિરુવનંતપુરમ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
First published: