Home /News /india /

મોદીએ દિલ્હીની નવી મજેન્ટા મેટ્રો લાઈનનું કર્યું ઉદ્ઘાટન, મેટ્રોમાં કરી સફર

મોદીએ દિલ્હીની નવી મજેન્ટા મેટ્રો લાઈનનું કર્યું ઉદ્ઘાટન, મેટ્રોમાં કરી સફર

મોદીએ ઉદ્ઘાટન બાદ મેટ્રો ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી

મજેન્ટા લાઇનની લંબાઈ નોઇડાથી જનકપુરી વેસ્ટ સુધી આશરે 38 કિલોમીટર છે. કાળકાજીથી આગળ હાલ કામ ચાલી રહ્યું છે.

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના 93માં જન્મદિવસે પીએમ નરેન્દ્ર મોદી આજે રાજધાની દિલ્હીમાં મેટ્રો ટ્રેનની નવી મજેન્ટા લાઈનનું ઉદ્ઘાટન કર્યું હતું.  બોટાનિકલ ગાર્ડન ખાતેથી મોદીએ મેટ્રો લાઇનનું ઉદ્ઘાટ કર્યું હતું. ઉદ્ઘાટન બાદ મોદી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર મંગુ સિંઘે મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને નોઇડાથી સાઉથ દિલ્હી સ્થિત બીચ મેટ્રો સ્ટેશન વચ્ચે નવી મજેન્ટા લાઈન તૈયાર કરી છે. મેટ્રોના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપવામાં ન આવ્યું હોવાથી તેઓ હાજર રહ્યા ન હતા. પીએમ મોદીની મુલાકાતને લઇને યુપી સરકારે તૈયારી પૂર્ણ કરી દીધી છે.

મોદીએ બોટાનિકલ ગાર્ડન ખાતે નવી મજેન્ટા લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું


નોઇડાથી કાલકાજી પહોંચાડશે નવી મેટ્રો

ડીએમઆરસીએ નોઇડાના બોટનિકલ ગાર્ડનથી સાઉથ દિલ્હીના કાલકાજી મંદિર વચ્ચે 13 કિલોમીટરની લાંબી નવી લાઇન તૈયાર કરી છે. આને મજેન્ટા લાઇન નામ આપવામાં આવ્યું છે.

મજેન્ટા લાઇનની લંબાઈ નોઇડાથી જનકપુરી વેસ્ટ સુધી આશરે 38 કિલોમીટર છે. કાલકાજીથી આગળ હાલ કામ ચાલી રહ્યું છે. હૌઝ ખાસ સ્ટેશન પર મેટ્રો લાઇન બદલીને યલો લાઇનથી ગુડગાંવ સુધી સરળતાથી પહોંચી શકાશે.

19 મિનિટની સફરમાં 9 સ્ટેશન

નવી મજેન્ટા લાઇન પર બોટનિકલ ગાર્ડન, ઓખલા બર્ડ સેન્ચુરી, કાલિંદી કુંજ, જસોલા વિહાર, શાહીન બાગ, ઓખલા વિહાર, સુખદેવ વિહાર, ઓખલા એનએસઆઈસી, કાલકાજી મેટ્રો સ્ટેશન આવશે. 19 મિનિટમાં મેટ્રો 13 કિલોમીટરનું અંતર કાપશે.

હાલમાં બ્લૂ લાઇનમાં મેટ્રોથી નોઇડાના મંડી હાઉસ અને ત્યાંથી કાલકાજી મંદિર પહોંચવા માટે 41 મિનિટનો સમય લાગે છે. કાર અથવા બાઇકથી કાલકાજી મંદિર પહોંચવા માટે 52 મિનિટનો સમય લાગે છે. નવી લાઇનથી મુસાફરોનો 45 મિનિટનો સમય બચી જશે.

મોદીને આવકારમાં યુપીના સીએમ યોગી હાજર રહ્યા હતા


ગયા અઠવાડિયે મેટ્રોને નડી હતી દુર્ઘટના

કાલિંદી કુંજ ડેપો પર ગત મંગળવારે મજેન્ટા મેટ્રોને દુર્ઘટના નડી હતી. ડીએમઆરસીના જણાવ્યા પ્રમાણે વોશિંગ માટે લઇ જવામાં આવી રહેલી મેટ્રો બ્રેક ન લાગવાને કારણે તે દીવાલ સાથે અથડાઈ હતી. તપાસ દરમિયાન બેદરકારી સામે આવતા ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
First published:

Tags: Delhi metro, Janakpuri, Magenta line, Magenta metro, Metro accident, Modi metro inauguration, Yellow line

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन